(Source: ECI/ABP News/ABP Majha)
એક શખ્સે 24 કલાકની અંદર જ કોરોનાની રસીના 10 ડૉઝ એકસાથે લઇ લીધા, ને સરકારને પડી ગઇ ખબર, જાણો પછી શું થયુ...............
આ વાતની જાણકારી સામે આવ્યા બાદ ન્યૂઝીલેન્ડની સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલયમાં હડકંપ મચી ગયો છે.
નવી દિલ્હીઃ દુનિયાના તમામ દેશો એવી કોશિશ કરી રહ્યા છે કે વધુમાં વધુ લોકોને કોરોના વેક્સિનના ડૉઝ આપવામાં આવે, આમ રસીકરણ વધવાથી દેશમાં કોરોનાને નેસ્તનાબુદ કરી શકાય. વળી કેટલાક દેશો તો હવે બુસ્ટર ડૉઝ લગાવવાની પ્રૉસેસમાં પણ જોડાઇ ગયા છે જેથી નવા આવેલા કોરોનાના ઓમિક્રૉન વેરિએન્ટ સામે રક્ષણ પુરી પાડી શકાય. પરંતુ આ બધાની વચ્ચે એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. એક રિપોર્ટ છે કે, એક વ્યક્તિએ 24 કલાકની અંદર જ કોરોના વેક્સિનના 10 ડૉઝ લઇ લીધા છે.
કોઇપણ વ્યક્તિ દ્વારા કોરોના વેક્સિનના આટલા બધા ડૉઝ લેવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે, અને આ કિસ્સો ન્યૂઝીલેન્ડનો છે. અહીં એક વ્યક્તિએ 24 કલાકની અંદર કોરોના વેક્સિનના તમામ 10 ડૉઝ લઇ લીધા છે. આ વાતની જાણકારી સામે આવ્યા બાદ ન્યૂઝીલેન્ડની સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલયમાં હડકંપ મચી ગયો છે.
ડીડબ્યૂ.કૉમના રિપોર્ટ અનુસાર, અહીં કૉવિડ-19 વેક્સિનના અને રસીકરણ કાર્યક્રમમાં ગૃપ મેનેજર એસ્ટ્રિડ કૉર્નનીકે કહ્યું- મંત્રાલયને એ વાતની જાણકારી મળી છે, અમે આ ઘટનાને બહુજ ગંભીરતાથી જોઇ રહ્યાં છીએ, આને લઇને અમે ચિંતિત છીએ કેમ કે આટલા બધા રસીના ડૉઝ તેને ખતરો થઇ શકે છે. જો તમે તેને જાણતા હોય તો જલદીમાં જલદી ડૉક્ટર પાસે જઇને સલાહ લેવાનુ કહો. મંત્રાલયે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે. 24 જ કલાકમાં 10 વખત કોરોના વેક્સીન લગાવ્યા બાદ સરકાર પણ ચિંતામાં પડી ગઈ છે. આ વ્યક્તિએ એક જ દિવસમાં સંખ્યાબંધ રસીકરણ કેન્દ્રો પર જઈને રસી મુકાવી હતી.
આ પણ વાંચો
UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?