બિકીની બેન, અહીં જો કોઇ મહિલા બિકીની પહેરીને ફરતી દેખાશે તો 40 હજાર રૂપિયાનો થશે દંડ, પોલીસ એક્શનમાં...
સ્થાનિકોની આ ફરિયાદ પર શહેરના મેયરે સંજ્ઞાન લીધુ છે અને બીચ પર આવનારા સહેલાણીઓને ચેતાવણી આપી દીધી છે
નવી દિલ્હીઃ દુનિયામાં અવનવા નિયમો લાગુ થતા હોય છે, તાજેતરમાં જ એક જાણીતા ટૂરિસ્ટ પ્લેસ પર પણ આવો જ એક નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. અહીં બિકીની પહેરીને ફરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, એટલુ જ નહીં જો કોઇ મહિલા બિકીની પહેરીને ફરતી દેખાશે તો તેની પાસેથી 40 હજાર રૂપિયાનો આકરો દંડ વસૂલવામાં આવશે. આ નિયમ સ્થાનિક તંત્રએ લગાવ્યો છે અને પોલીસ આને લઇને એક્શનમાં આવી ગઇ છે.
આ મામલા ઇટાલીના દરિયાકિનારે Pompeii અને Naples વિસ્તાર છે. ડેલી મેઇલમાં છપાયેલા ખબર અનુસાર, અહીંના મેયરે એક આદેશ પસાર કર્યો છે, તે પ્રમાણએ જો કોઇ રસ્તા પર બિકીની પહેરીને કે શર્ટ પહેર્યા વિના કે પછી ઓછા-ટુંકા કપડામાં ફરીને અંગ પ્રદર્શન કરતુ દેખાશે, તો તેના પર કડક એક્શન લેવામાં આવશે.
ખરેખરમાં, દરિયાકિનારે રહી રહેલા લોકોનુ કહેવુ છે હતું કે તેમના વિસ્તારમાં આવેલા ટૂરિસ્ટ પ્લેસમાં વેકેશન વિતાવવા આવેલા લોકો ટુંકા કપડાં પહેરીને આમતેમ ફરી રહ્યાં હતા, લોકો અંગ પ્રદર્શન અને અશોભનિય વર્તન કરતા હતા, જેના કારણે લોકોને મુસ્કેલી પડતી હતી, તેઓ અસહજ ફિલ કરતા હતા.
સ્થાનિકોની આ ફરિયાદ પર શહેરના મેયરે સંજ્ઞાન લીધુ છે અને બીચ પર આવનારા સહેલાણીઓને ચેતાવણી આપી દીધી છે કે જો કોઇ ઓછા કે ટુંકા કપડામાં અશોભનિય વર્તન કરતુ જોવા મળશે તો તેના પર 425 પાઉન્ડ (એટલે કે 40 હજાર રૂપિયાથી વધુ)નો દંડ ઠોકવામાં આવી શકે છે.
મેયરે કહ્યું સ્થાનિકોને ડર છે કે સહેલાણીઓની આવી હરકતો બીચ વાળા શહેરની પ્રતિષ્ઠા અને જીવનની ગુણવતાને બરબાદ કરી રહી છે. હવે આવા એરિયામા પોલીસ અને કૉસ્ટલ ગાર્ડ પેટ્રૉલિંગ કરશે, અને એક્શન લેશે.
આ પણ વાંચો......
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?
Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે
IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો