CDS Bipin Rawat Death: CDS બિપિન રાવતના નિધન પર પાકિસ્તાની સૈન્યએ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યુ?
પાકિસ્તાની સૈન્યએ CDS બિપિન રાવતના નિધન પર દુઃખ જાહેર કર્યું હતું. તમિલનાડુના કુનુરમાં બુધવારે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ રાવત, તેમના પત્ની સહિત 13 લોકોના નિધન થયા છે.
CDS Bipin Rawat Death: પાકિસ્તાની સૈન્યએ CDS બિપિન રાવતના નિધન પર દુઃખ જાહેર કર્યું હતું. તમિલનાડુના કુનુરમાં બુધવારે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ રાવત, તેમના પત્ની સહિત 13 લોકોના નિધન થયા છે. આ સમાચારથી આખા દેશમાં શોકનો માહોલ છે. પાકિસ્તાને પણ સીડીએસ બિપિન રાવત અને આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકો પર પોતાની સંવેદના જાહેર કરી છે.
General Nadeem Raza, CJCSC & General Qamar Javed Bajwa, COAS express condolences on tragic death of #CDS General #BipinRawat, his wife and loss of precious lives in a helicopter crash in India
— DG ISPR (@OfficialDGISPR) December 8, 2021
પાકિસ્તાની સૈન્યએ પોતાના સતાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું હતું કે- જનરલ નદીમ રઝા, જનરલ કમર જાવેદ બાજવા અને સીઓએએસ (ચીફ ઓફ ધ આર્મી ચીફ) ભારતમાં થયેલી હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય લોકોના દુઃખદ મોત પર પોતાની સંવેદના જાહેર કરે છે.
એમ.નોમાન નામના એક યુઝરે લખ્યું કે સીડીએસ બિપિન રાવતના મોતના સમાચાર સાંભળી દુઃખી છું. આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તમામ લોકો પાકિસ્તાની સૈન્યની પ્રશંસા કરી રહ્યા છે. ઇબ્રાહિમ હનીફ નામના યુઝરે લખ્યું કે માનવતા સૌ પ્રથમ આવે છે અને પાકિસ્તાની આર્મીએ પ્રોફેશનલિઝમ બતાવ્યું છે. અમે નફરતમાં વિશ્વાસ નથી કરતા.
RBI News: ફીચર ફોન રાખતાં 55 કરોડ ગ્રાહકો માટે સારા સમાચાર, હવે કરી શકાશે UPI પેમેંટ
NPCIL Recruitment 2021: ન્યૂક્લિયર પાવર કોર્પોરેશનમાં નીકળી ભરતી, 10 અને 12 પાસ કરી શકે છે અરજી
ઓમિક્રોનના ખતરા વચ્ચે ભાજપ શાસિત આ રાજ્ય જાહેર કરશે કોરોનાની નવી ગાઈડલાઈન, જાણો વિગત
Skin care:સ્કિનને હેલ્થી અને ગ્લોઇંગ બનાવવા માટે વિટામિન A છે જરૂરી, આ રીતે કરો પૂર્તિ