શોધખોળ કરો
Advertisement
સર્જિકલ સ્ટ્રાઈક બાદ ચીને કહ્યું, પાકિસ્તાન-ભારત મુદ્દાઓનું વાતચીતથી સમાધાન કરે
બીજિંગઃ પીઓકેમાં ભારતે આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક બાદ ચીને કહ્યું કે, તે જુદા જુદા સ્ત્રોતોના માધ્યમથી પાકિસ્તાનના સંપર્કમાં છે. ચીનના વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે, અમને આશા છે કે ભારત અને પાકિસ્તાન વિવાદોનું સમાધાન અને ક્ષેત્રીય શાંતી-સુરક્ષા જાળવા રાખવા માટે વાતચીતને મહત્ત્વ આપશે.
પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઈકના ભારતના દાવા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતા તણાવની વચ્ચે ચીનનું આ નિવેદન સામે આવ્યું છે.
પાકિસ્તાને ભારતના સર્જિકલ સ્ટ્રાઈકના દાવાને ફગાવી દીધો છે. પ્રવક્તાએ કહ્યું કે, ચીન, પાકિસ્તાન અને ભારત બન્ને દેશો મૈત્રી પાડોશી છે.
કાશ્મીર મુદ્દે પૂછવા પર પ્રવક્તાએ કહ્યું કે, ચીન કાશ્મીરની સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યું છે, અને કાશ્મીર પર પાકિસ્તાનના વલણને ગંભીરતાપૂર્વક લીધું છે.
તેમણે કહ્યું કે, ચીનનું માનવું છે કે, કાશ્મીરનો મુદ્દો ખૂબ જ જૂનો ઐતિહાસિક મામલો છે. જેનું સંબંધિત પક્ષો દ્વારા વાતચીતથી સમાધાન લાવવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement