Colorado Terror Attack: અમેરિકાના મૉલમાં આતંકી હુમલો, અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ
Colorado Terror Attack: કોલોરાડોના ગવર્નર જેરેડ પોલિસે આ હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે નફરતથી ભરેલું કોઈપણ કૃત્ય સહન કરવામાં આવશે નહીં.

Colorado Terror Attack: અમેરિકાના કોલોરાડોમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા કારણોસર બ્રોડવેથી પશ્વિમ, પાઇન સ્ટ્રીટથી ઉત્તર,16મી સ્ટ્રીટથી પૂર્વ અને વોલનટ સ્ટ્રીટથી દક્ષિણ સુધીના સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોલ્ડરના પર્લ સ્ટ્રીટ મોલમાં એક હુમલાખોરે હુમલો કર્યો હતો. આ લક્ષિત આતંકવાદી હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક સમય મુજબ, રવિવારે એક મોલમાં થયેલા આ હુમલામાં કેટલાક લોકો સળગી ગયા હતા. કોલોરાડોના ગવર્નર જેરેડ પોલિસે આ હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે નફરતથી ભરેલું કોઈપણ કૃત્ય સહન કરવામાં આવશે નહીં.
#BREAKING FBI chief says it is probing 'targeted terror attack' in Colorado pic.twitter.com/WjksXQU1nf
— AFP News Agency (@AFP) June 1, 2025
જાનહાનિની સંખ્યા વધવાની આશંકા
સમાચાર એજન્સી એપીના અહેવાલ મુજબ, એફબીઆઈએ જણાવ્યું હતું કે કોલોરાડોમાં થયેલા આતંકવાદી હુમલાના શંકાસ્પદે 'ફ્રી પેલેસ્ટાઇન' જેવા નારા લગાવ્યા હતા. તેણે કામચલાઉ ફ્લેમથ્રોવરનો (makeshift flamethrower) ઉપયોગ કર્યો હતો, જેમાં છ લોકો ઘાયલ થયા હતા. જાનહાનિની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.
Multiple burn injuries in what the FBI calls a "targeted terror attack" against demonstrators in Colorado seeking the release of Israeli hostages held in Gaza https://t.co/nA31imL1xj pic.twitter.com/xROEaZJjgV
— AFP News Agency (@AFP) June 2, 2025
ઇઝરાયલી નાગરિકોની મુક્તિની માંગ
કોલોરાડોમાં આતંકવાદી હુમલો ત્યારે થયો જ્યારે એક સ્વયંસેવક જૂથ - રન ફોર ધેર લાઈવ્સ (Run For Their Lives) શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યું હતું. હમાસના કબજા હેઠળ ગાઝામાં ફસાયેલા ઇઝરાયલી નાગરિકોની મુક્તિની માંગ કરી રહેલા લોકો મોટી સંખ્યામાં સમર્થન એકત્રિત કરવાના ઉદ્દેશ્યથી શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા.
અચાનક એક વ્યક્તિએ આગ લગાડતી બોટલો ફેંકવાનું શરૂ કર્યું
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પ્રદર્શન દરમિયાન જ એક વ્યક્તિ અચાનક મોલોટોવ કોકટેલ (આગ લગાડતી બોટલો) ફેંકી રહ્યો હતો. સ્થળ પર હાજર પોલીસે તેને કસ્ટડીમાં લીધો. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઘટનાસ્થળેથી એક વીડિયો પણ સામે આવ્યો છે. આમાં એક પ્રત્યક્ષદર્શીને કહેતા સાંભળવામાં આવ્યો કે તે મોલોટોવ કોકટેલ ફેંકી રહ્યો હતો. એક પોલીસકર્મી પણ હથિયાર બતાવતા તે વ્યક્તિ તરફ જતો જોવા મળ્યો હતો.
યહૂદી અમેરિકનો સામે હિંસાની તાજેતરની ઘટનાઓમાંની એક
યુએસ ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફબીઆઈ) એ આ ઘટનાને 'લક્ષિત આતંકવાદી હુમલો' ગણાવી છે. આ મામલાની તપાસ આતંકવાદી કૃત્ય તરીકે કરવામાં આવી રહી છે. દેશના ન્યાય વિભાગે પણ હુમલાની નિંદા કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કોલોરાડોના આ કેસને યહૂદી અમેરિકનો સામે હિંસાની તાજેતરની ઘટનાઓમાંની એક ગણાવી હતી.
કોલોરાડો ઘટના પર FBIના ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોન્ઝિનોએ જણાવ્યું હતું કે, "પ્રારંભિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે આ કેસ વૈચારિક રીતે પ્રેરિત આતંકવાદનો લાગે છે. હાલમાં તપાસ ચાલી રહી છે. તમામ તથ્યોની પુષ્ટી થયા પછી જ આખો મામલો સ્પષ્ટ થશે."





















