શોધખોળ કરો

H-1B Visa: અમેરિકામાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર, H-1B વિઝા પ્રોગ્રામમાં થશે મહત્વના ફેરફાર

અમેરિકન ગૃહ વિભાગ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરાયો છે, જેમાં કહેવાયું છે કે આ ફેરફારોથી દુરુપયોગ અને છેતરપિંડીના કિસ્સામાં ઘટાડો આવશે.

H-1B Visa News: અમેરિકામાં રહેતા ભારતીય માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા એચ-1બી વિઝા પ્રોગ્રામમાં મહત્વના ફેરફાર કરશે. ફેડરલ રજિસ્ટ્રીમાં સોમવારે નવા નિયમો પ્રકાશિત કરાશે. ઈમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી-દુરુપયોગ રોકવા સુધારા કરાશે. જેનાથી અમેરિકામાં ભણતા ભારતીયોને લાભ થશે. જો કે 60 હજાર વિઝાની મર્યાદામાં કોઈ ફેરફાર નહીં થાય.

વિદેશી કર્મચારીઓની ક્ષમતા વધુ સારી બનાવવા અને વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને નોન-પ્રોફિટ સંસ્થાઓ માટે કામ કરનારા લોકોને ફ્લેક્સિબિલિટી પૂરી પાડવા અને નોન-ઈમિગ્રન્ટ વર્કર્સ માટે વધુ સારિ સ્થિતિ ઊભી કરવાના આશયથી આ દરખાસ્ત રજૂ કરાઈ છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ દ્વારા ફેડરલ રજિસ્ટ્રીમાં સોમવારે નવા નિયમો પ્રકાશિત કરવામાં આવશે.

અમેરિકન ગૃહ વિભાગ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરાયો છે, જેમાં કહેવાયું છે કે આ ફેરફારોથી દુરુપયોગ અને છેતરપિંડીના કિસ્સામાં ઘટાડો આવશે. વિભાગે કહ્યું કે, અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગે અમેરિકન નાગરિક્તા અને ઈમિગ્રેશન સેવાઓના માધ્મયથી પ્રસ્તાવિત નિયમ બનાવવા એક નોટિસ જાહેર કરાઈ છે, જેમાં કહેવાયું છે કે પાત્રતા આવશ્યક્તાઓને સુવ્યવસ્થિત અને કાર્યક્રમ નિપુણતામાં સુધારો કરવા એચ-1બી વિશેષ વ્યવસાય કાર્યકર કાર્યક્રમને આધુનિક બનાવાશે.

H-1B Visa: અમેરિકામાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર, H-1B વિઝા પ્રોગ્રામમાં થશે મહત્વના ફેરફાર

અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટી  વિભાગના સચિવ એલેઝાંદ્રોએ કહ્યું કે, બાઈડેન-કમલા હેરિસ તંત્રની પ્રાથમિક્તા વૈશ્વિક પ્રતિભાને આકર્ષિત કરવી અને એમ્પ્લોયર પરનો અયોગ્ય બોજ ઘટાડવો તેમજ ઈમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી અને દુરુપયોગ રોકવાની છે. વર્તમાન પ્રક્રિયામાં એક ઉમેદવાર અનેક વખત ઉમેદવારી નોંધાવી શકે છે. એવામાં તેની જ પસંદગી થવાની સંભાવના વધી જાય છે. હવે નવી દરખાસ્ત હેઠળ એક વ્યક્તિ એક જ ઉમેદવારી કરી શકશે, એવામાં વધુ લોકોને તક મળશે. સાથે જ નિષ્ણાત પદ માટે પાત્રતામાં સુધારો કરાયો છે, જેથી નિર્ણાયકો વચ્ચે પસંદગી અંગે કોઈ ભ્રમ ના રહે. જોકે, જરૂરી ડિગ્રી ક્ષેત્ર વચ્ચે સીધો સંબંધ જરૂરી છે. સાથે જ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓ માટે એચ-૧બી વિઝાની યોગ્યતાને પણ ફ્લેક્સિબલ બનાવાઈ છે. આ સિવાય ઊભરતા ઉદ્યોગ સાહસિકો માટે વિઝા પાત્રતાના નિયમોમાં પણ ફેરફાર કરાશે. રિપોર્ટ્સ મુજબ સૂચિત નિયમોમાં એચ-૧બી હેઠળ મળનારી છૂટનો લાભ નોન-ઈમિગ્રન્ટ સંસ્થાઓ અથવા સરકારી સંશોધન સંગઠનોને પણ આપવા વિચારણા ચાલી રહી છે.

અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગ ઈમિગ્રેશન પ્રક્રિયાઓમાં સુધારો થાય તેવા નિયમો વિકસાવવા અને લાગુ કરવાનું ચાલુ રાખશે. સૂચિત ફેરફારોથી પાત્રતા આવશ્યક્તાઓને સરળ બનાવાશે. આ સુધારાથી અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓને લાભ થશે.

જોકે, અમેરિકન નાગરિક્તા અને ઈમિગ્રેશન સેવા આ નિયમોને સોમવારે ફેડરલ રજિસ્ટ્રીમાં પ્રકાશિત કરશે. જોકે, તેમાં અમેરિકન કોંગ્રેસ દ્વારા માન્ય વિઝાની 60,000ની સંખ્યામાં કોઈ ફેરફાર કરાયો નથી. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે આ સૂચિત નિયમોને જાહેર કર્યા છે, જેથી હિતધારક પક્ષો તેના પર તેમની પ્રતિક્રિયા અને સૂચનો આપી શકે.

એચ-1બી વિઝા મોટાભાગે ત્રણથી છ વર્ષ માટે એમ્પ્લોયર્સને વિદેશી કર્મચારીઓની ભરતી કરવા માટે ઈશ્યુ કરવામાં આવે છે, પરંતુ ગ્રીન કાર્ડ પ્રક્રિયા શરૂ કરાવી હોય તેવા એચ-1બીધારકો અનિશ્ચિત સમય સુધી  તેમના વર્ક વિઝા રીન્યુ કરાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
Embed widget