જો ટ્રમ્પ અને કમલા હેરિસને એકસરખા મત મળશે તો કઇ રીતે નક્કી થશે વિજેતા ? આવો છે નિયમ
US Elections 2024: અમેરિકન સિસ્ટમ મુજબ, રાષ્ટ્રપતિ બનવાનો નિર્ણય 538 સભ્યોની 'ઇલેક્ટૉરલ કૉલેજ' દ્વારા લેવામાં આવે છે
US Elections 2024: અમેરિકામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. આ દિવસ સમગ્ર અમેરિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. લાંબા સમયથી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ બંને આ ચૂંટણી માટે જોરદાર પ્રયાસ કરી રહ્યા છે. જોકે આ ચૂંટણીમાં બંને ઉમેદવારો વચ્ચે જબરદસ્ત ટક્કર જામેલી છે. મતદાન આજે એટલે કે 5મી નવેમ્બર (મંગળવાર) ભારતીય સમય અનુસાર 4:30 વાગ્યે શરૂ થશે. થોડા સમય પછી દુનિયાને ખબર પડશે કે સૌથી શક્તિશાળી અને સૌથી મોટા લોકતાંત્રિક દેશોમાં સામેલ અમેરિકાનું નેતૃત્વ કોના હાથમાં રહેશે.
જોકે બંને ઉમેદવારો વચ્ચે જોરદાર જંગ છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ છે કે જો અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસને સરખા મત મળે એટલે કે બંને વચ્ચે ટાઈ થાય તો કોણ જીતશે તે કેવી રીતે નક્કી થશે?
કઇ રીતે યોજાય છે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી
અમેરિકન સિસ્ટમ મુજબ, રાષ્ટ્રપતિ બનવાનો નિર્ણય 538 સભ્યોની 'ઇલેક્ટૉરલ કૉલેજ' દ્વારા લેવામાં આવે છે, જેમાં અમેરિકાના દરેક રાજ્યને યુએસ કોંગ્રેસમાં જેટલા મતદારો છે તેટલા જ મતદારો મળે છે.
નેબ્રાસ્કા અને મેઈન સિવાય દરેક રાજ્ય, રાજ્યવ્યાપી મતોમાં આગળ રહેનારો વ્યક્તિને તેના તમામ ચૂંટણી મતો આપે છે. જો બંને ઉમેદવારોને 270થી ઓછા ઈલેક્ટૉરલ વૉટ મળે છે, તો અમેરિકી બંધારણ મુજબ કોંગ્રેસ આ અંગે નિર્ણય લેશે. જે પછી નવા ચૂંટાયેલા પ્રતિનિધિ ગૃહ આવતા વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિની પસંદગી કરશે. વળી, સેનેટ ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરશે.
શું ખરેખરમાં ટાઇ થઇ શકે છે ચૂંટણી ?
અત્યાર સુધી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને કરવામાં આવેલા સર્વેમાં બંને ઉમેદવારો એકબીજાને ટક્કર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં એકતરફ વિસ્કૉન્સિન, મિશિગન અને પેન્સિલવેનિયાના સ્વિંગ રાજ્યોમાં ડેમોક્રેટ કમલા હેરિસ જીતે છે, તો બીજીતરફ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ જ્યોર્જિયા, નેવાડા, એરિઝોના, નોર્થ કેરોલિના અને નેબ્રાસ્કામાં જીતે છે. તો આવી સ્થિતિમાં સ્પર્ધા બરાબરી થઈ શકે છે.
અમેરિકન બંધારણમાં આના માટે શું છે નિયમ ?
યૂનાઇટેડ સ્ટેટ્સમાં કુલ 50 રાજ્યો છે. તેથી બંને ઉમેદવારોને જીતવા માટે ઓછામાં ઓછા 26 રાજ્યોનું સમર્થન મળવું જોઈએ. CRS એટલે કે કોંગ્રેસ રિસર્ચ સર્વિસ મુજબ, જો ચૂંટણી કોઈ કારણસર ટાઈ થઈ જાય તો આ સ્થિતિમાં દરેક રાજ્યને એક વૉટ આપવાનો અધિકાર છે. દરેક રાજ્યના પ્રતિનિધિમંડળને તેમની પસંદગીના ઉમેદવાર માટે એક મત આપવાની મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ તે નક્કી કરવામાં આવશે કે રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ જીતશે.
આ પણ વાંચો
અમેરિકામાં ક્રોસ વોટિંગ કરનારાને લઈને કાયદો બનાવવામાં આવ્યો છે, નેતાઓ પર આટલો દંડ ફટકારવામાં આવે છે