LRD Written Exam Result : લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના માર્ક જાહેર, પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે માર્ક
લોકરક્ષક ભરતી બોર્ડે 15 જૂન, 2025ના રોજ યોજાયેલી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. ઉમેદવારો હવે પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પોતાના માર્ક્સ જોઈ શકે છે. જો કોઈ ઉમેદવારને પોતાના ગુણનું પુનઃમૂલ્યાંકન (રીચેકિંગ) કરાવવું હોય, તો તેઓ 400 રૂપિયાની ફી ભરીને નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી શકે છે. આ અંગેની વધુ વિગતો બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં આપવામાં આવી છે.
ગુજરાત પોલીસમાં લોકરક્ષક કેડરની ભરતી માટેની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તારીખ 15 જૂન, 2025ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ગુણ (માર્ક્સ) લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડે આ અંગેની જાહેરાત 06 ઓગસ્ટ, 2025ના રોજ કરી છે.
તા.૧ ૫/૦૬/૨ ૦૨ ૫ નારોજ લેવામાાં આવેલ લેખિત પરીક્ષામાાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગણુ જોવા માટે અહીં કલીક કરો....
જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, તેઓ હવે પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. આ માટે ઉમેદવારોએ પોતાની ઓળખની વિગતો દાખલ કરવાની રહેશે.


















