(Source: ECI/ABP News/ABP Majha)
શ્રીલંકાની દુર્દશા પર સંજય રાઉતે કહ્યું- ભારતની સ્થિતિ આનાથી પણ વધુ ખરાબ થઈ શકે છે
ભારત અને જાપાન જેવા દેશો ઉપરાંત IMF એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી સંસ્થાઓ તરફથી પણ લોન આપવામાં આવી છે. એપ્રિલ 2021 સુધીમાં, શ્રીલંકાનું વિદેશી દેવું $35 બિલિયન હતું, જે હવે $51 બિલિયન પર પહોંચી ગયું.
શ્રીલંકામાં મોંઘવારી તેની ટોચ પર છે. શ્રીલંકા નાદારીની આરે છે. 13-13 કલાક વીજકાપ હોવાથી લોકોને ઘરમાં બેસવું પણ મુશ્કેલ છે. આ સ્થિતિ સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નાગરિકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે રસ્તા પર આવી ગયા છે. તેઓ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે શ્રીલંકાની આવી દુર્દશા પર ભારતને ચેતવણી આપી છે.
સંજય રાઉતે કહ્યું, "શ્રીલંકાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ભારત પણ આ જ તબક્કે છે. આપણે આ પરિસ્થિતિને સંભાળવી પડશે, નહીં તો આપણી સ્થિતિ શ્રીલંકા કરતા પણ ખરાબ થઈ શકે છે."
શ્રીલંકામાં કટોકટી કેવી છે?
શ્રીલંકાની નાદારી માટે સરકારની ખોટી નીતિઓ સૌથી વધુ જવાબદાર છે. જેમાં એક મોટી ભૂલ એ પણ લોકોને લલચાવવાની ફ્રી ગેમ છે, આ ગેમ ભારતમાં પણ ઝડપથી વધી રહી છે.
શ્રીલંકાની અર્થવ્યવસ્થા પર્યટન પર ખૂબ જ નિર્ભર હતી.
કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટવાની ખરાબ અસર પડી હતી.
સરકાર ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવી શકી નથી.
રાસાયણિક ખાતરો પર પ્રતિબંધના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
અનાજનું ઉત્પાદન ઘટવાથી મોંઘવારી વધી.
પ્રવાસીઓ અને ઉત્પાદનના અભાવે વિદેશી હૂંડિયામણની અનામતો ખાલી થઈ ગઈ છે.
કડક શરતો પર ચીન પાસેથી લીધેલા દેવાએ સ્થિતિ વધારે બગાડી.
નારાજ જનતાને આકર્ષવા માટે મફત યોજનાને કારણ નાદાર થઈ ગયા.
તમને જણાવી દઈએ કે, શ્રીલંકા પર 51 અબજ ડોલરના દેવાનો બોજ છે. શ્રીલંકા પર ચીનનું 5 અબજ ડોલરથી વધુનું દેવું છે. ભારત અને જાપાન જેવા દેશો ઉપરાંત IMF એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી સંસ્થાઓ તરફથી પણ લોન આપવામાં આવી છે. સરકારી ડેટા અનુસાર, એપ્રિલ 2021 સુધીમાં, શ્રીલંકાનું કુલ વિદેશી દેવું $35 બિલિયન હતું, જે હવે $51 બિલિયન પર પહોંચી ગયું છે.
શ્રીલંકાના કુલ દેવું
47 ટકા લોન માર્કેટમાંથી લીધી છે
ભારતનું દેવું 2 ટકા
13% એશિયન ડેવલપમેન્ટ બેંક
10 ટકા ચીન
10 ટકા જાપાન
9.9 ટકા વિશ્વ બેંક