શોધખોળ કરો
આજથી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનો આરંભ, ભારત-પાક બંને કરશે સંબોધન

નવી દિલ્લી: અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 71મા સત્રની આજથી શરૂઆત થશે. આ સત્ર 26 સપ્ટેંબર સુધી ચાલશે. યૂએનના સત્રમાં વૈશ્વિક મુદ્દાઓ અને ખાસ કરીને આતંકવાદના મુદ્દે વિશેષ ચર્ચા થશે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ 21 સપ્ટેંબરે યૂએનની મહાસભાને સંબોધશે તો ભારત તરફથી વિદેશમંત્રી સુષમા સ્વરાજ 26 સપ્ટેંબરે યૂએન મહાસભામાં પાકિસ્તાનની પોલ ખોલશે. આ મહાસભામાં 195 દેશોના વડા ભાગ લેશે અને દુનિયા સામે સળગતા મુદ્દાઓની ચર્ચા કરશે. આ મુદ્દાઓમાં સીરિયા યુદ્ધ, પર્યાવરણનો મુદ્દો, આતંકવાદ, શરણાર્થીઓનો મુદ્દો, સમુદ્રી સરહદોના પ્રશ્નોની પણ ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે રવિવારે કશ્મીર સરહદે ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતના 17 જવાનો શહીદ થયા છે. આ મોટા હુમલા બાદ પહેલી વાર પાકિસ્તાનના પીએમ અને ભારતના વિદેશ મંત્રી આ જનરલ અસેમ્બલીમાં આ મુદ્દે બોલશે.
વધુ વાંચો





















