Japan Earthquake: જાપાનમાં આવ્યો મોટો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી છે. ભૂકંપ બાદ દરિયાકાંઠા વિસ્તારમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેંદ્રએ આ જાણકારી આપી છે. લોકલ ટીવી ચેનલ એનએચકે મુજબ ભૂકંપ આવ્યા બાદ સુનામીની પ્રથમ લહેર આશરે 1 મીટર(3.2 ફૂટ ) ઉછળી અને કિનારા સાથે ટકરાઈ.
નવી દિલ્હી: જાપાનમાં ટોક્યો નજીક ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી છે. ભૂકંપ બાદ દરિયાકાંઠા વિસ્તારમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેંદ્રએ આ જાણકારી આપી છે. લોકલ ટીવી ચેનલ એનએચકે મુજબ ભૂકંપ આવ્યા બાદ સુનામીની પ્રથમ લહેર આશરે 1 મીટર(3.2 ફૂટ ) ઉછળી અને કિનારા સાથે ટકરાઈ.
એએફપી મુજબ ભૂકંપ લોકલ સમય અનુસાર સાંજે 6 વાગ્યા 9 મિનિટ પર આવ્યો હતો. ભૂકંપ મિયાગી ક્ષેત્રમાં આશરે 60 કિલોમીટર ઉંડાઈ આવ્યો હતો. ભૂકંપ બાદ ન્યુક્લિયર પ્લાન્ટ્સ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય લોકલ રેલવે ટ્રેન સેવાઓ રોકી દેવામાં આવી છે, જેમાં શિંકાનસેન બુલેટ ટ્રેન સેવા સામેલ છે.
રિપોર્ટ મુજબ સુનામીની ચેતવણી જાહેર થયા બાદ કાંઠા વિસ્તારમાં રહેતા લોકો ઉંચી જગ્યાઓ પર જતા રહ્યા છે. હજુ સુધી કોઈ જાનહાનીની જાણકારી નથી.