શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનો નવો વાયરસ કેમ છે અત્યંત ખતરનાક ? શરીરમાં ઘૂસ્યા પછી કેવું કરે છે નુકસાન ? કેમ બની શકે જીવલેણ ?
કોરોના વાયરસ શરૂ થયો ત્યારથી અનેક વાર તેના સ્ટ્રેનમાં ફેરફાર થયો છે, કોઇપણ વાયરસમાં ફેરફાર તે નવી વાત નથી. પરંતુ બ્રિટનમાં જે નવું સ્વરૂપ જોવા મળ્યું છે તે ઘણું ખતરનાક છે.
લંડનઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ ફેલાયો છે. બ્રિટન સરકારે વાયરસનો નવો સ્ટ્રેન નિયત્રણ બહાર હોવાની ચેતવણી આપી છે. આ સાથે જ બ્રિટનમાં ક્રિસમસ બબલ કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે. જ્યારે યુરોપિયન યુનિયનના અનેક દેશોએ બ્રિટેનથી આવતી ફ્લાઈટો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
વાયરસની સપાટી પર થોરની માફક દાંડીઓ ઉગેલી જોવા મળે છે. જે તેના સ્ટ્રેન (વંશ)ને ફેલાવવાનું કામ કરે છે. શરીરમાં ઘૂસ્યા બાદ સ્ટ્રેનની મદદથી કોષ પર પકડ જમાવીને પોતાની ઇચ્છા પ્રમાણે વાયરસ પેદા કરી સમગ્ર શરીરમાં ફેલાવાની શરૂઆત કરે છે. વાયરસને કાબુમાં લેવા માટે સંશોધકો તેના સ્વરૂપ-વંશને ઓળખીને તે પ્રમાણે ઉપાય કરે છે.
કોરોના વાયરસ શરૂ થયો ત્યારથી અનેક વાર તેના સ્ટ્રેનમાં ફેરફાર થયો છે, કોઇપણ વાયરસમાં ફેરફાર તે નવી વાત નથી. પરંતુ બ્રિટનમાં જે નવું સ્વરૂપ જોવા મળ્યું છે તે ઘણું ખતરનાક છે. હાલ જો સાવધાની રાખવામાં આવે તો નવા સ્વરૂપ પર કાબુ મેળવવો અઘરો નથી. પરંતુ આપણે ત્યાં લોકો કોરોનાના વર્તમાન સ્વરૂપ સામે પણ સાવધાની નથી રાખતાં ત્યારે નુકસાન કરવા માટે જૂનું સ્વરૂપ જ પૂરતું છે.
બ્રિટિશ સંશોધકોને વાયરસના સ્વરૂપમાં 17 નવા ફેરફાર જોવા મળ્યા છે, જેના કારણે વાયરસ પહેલા કરતાં 70 ટકા વધારે ઝડપથી ફેલાઇ શકે તેમ છે. જોકે દરેક વખતે વાયરસનું બદલાયેલું સ્વરૂપ પહેલા કરતાં ઘાતક હોય તેવું બનતું નથી.
કલોલમાં જમીનમાં ધડાકાથી બે મકાન ધરાશાયી, આજુબાજુના મકાનના ફૂટ્યા કાચ, લોકોમાં ભયનો માહોલ
Mokshada Ekadashi 2020: આ એકાદશી વ્રતથી મળે છે મોક્ષ, દૂર થાય છે તમામ દુખ, જાણો પૂજા વિધિ અને મહત્વ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion