Istanbul Fire: તુર્કીના ઇસ્તંબુલમાં 24 માળની ઇમારતમાં લાગી ભીષણ આગ, જુઓ VIDEO
તુર્કીના ઈસ્તંબુલમાં એક 24 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી
Istanbul Fire: તુર્કીના ઈસ્તંબુલમાં એક 24 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઈમારત ઈસ્તંબુલના કાદિકોય જિલ્લામાં છે. તુર્કીના મીડિયા અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બિલ્ડિંગમાં આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઠારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક બહુમાળી ઈમારતમાં આગ લાગી છે. આ વીડિયો જે બિલ્ડિંગમાં આગ લાગી તેની સામેની બિલ્ડિંગમાંથી બનાવવામાં આવ્યો છે.
કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો
શુક્રવારે તુર્કીમાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં 14 લોકો માર્યા ગયા હતા અને 28 ઘાયલ થયા હતા. બાર્ટિન પ્રાંતના અમસાહા શહેરમાં એક ખાણમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટના અંગે માહિતી આપતાં તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોયલુએ જણાવ્યું કે બાર્ટિન પ્રાંતની કોલસાની ખાણમાં 110 કામદારો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં 14 કામદારોના મોત થયા હતા અને 21 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ખાણમાં આગને કારણે વિસ્ફોટ
તુર્કીના ઉર્જા મંત્રીના જણાવ્યા અનુસાર ખાણમાં વિસ્ફોટ આગને કારણે થયો હતો. તે સમયે કર્મચારીઓ ખાણની અંદર કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ બાદ ખાણનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો જેમાં આ કામદારો ફસાઈ ગયા હતા. 2014માં ખાણમાં આગ લાગી હતી જેમાં 301 કામદારોના મોત થયા હતા.
Karnataka Accident: કર્ણાટકમાં ભયંકર રોડ અકસ્માત, ઓટોમાં સવાર 9નાં મોત
Karnataka Accident: ઓટો સવાર હસન્બા મંદિરના દર્શન કરીને પરત ઘરે જઈ રહ્યાં હતા. આ દરમિયાન મિલ્કના કન્ટેનર સાથે ઓટો ટક્કરાતા અકસ્માત સર્જાયો. જમાં 9 શ્રદ્ધાળુના મોત થયા છે.
કર્ણાટકના હાસનમાં રવિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઓટોમાં સવાર 9 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ ઓટો સવાર હસનામ્બા મંદિરના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મિલ્ક કન્ટેનરની ગાડી ઓટો સાથે અથડાઇ હતી. અકસ્માત એટલો ભંયકર હતો કે,ઓટો સવાર 9 લોકોનાં મોત થયા.
સ્થળ પર હાજર કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ઓટો અને દૂધ વાહન સામસામે અથડાયા હતા જેના કારણે ઓટોમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કેટલાકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.