શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં કોરોના વાયરસના 50,700થી વધુ નવા કેસ આવ્યા સામે
કેલિફોર્નિયા પ્રાંતના વધુ પડતા ભાગોમાં બુધવારે બાર, થિયેટર અને ઈનડોર રેસ્ટોરન્ટને ફરીથી બંધ કરી દેવામાં આવ્યા છે. અરિજોનામાં મહામારીનો પ્રકોપ વધુ ગંભીર થઈ ગયો છે.
ન્યૂયોર્ક: અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણના 50,700થી વધુ નવા કેસ સામે આવ્યા છે. જોન્સ હોપકિંસ યૂનિવર્સિટી દ્વારા કરવમાં આવેલી ગણતરી અનુસાર આ જાણકારી સામે આવી છે. અમેરિકામાં વિશેષ રૂપથી દક્ષિણ અને પશ્ચિમના ભાગમાં નવા કેસો ઝડપથી વધી રહ્યા છે, કારણ કે રાજ્યોએ પોતાની અર્થવ્યવસ્થાઓને ફરીથી ખોલી નાખી છે.
કેલિફોર્નિયા પ્રાંતના વધુ પડતા ભાગોમાં બુધવારે બાર, થિયેટર અને ઈનડોર રેસ્ટોરન્ટને ફરીથી બંધ કરી દેવામાં આવ્યા છે. અરિજોનામાં મહામારીનો પ્રકોપ વધુ ગંભીર થઈ ગયો છે. કેલિફોર્નિયા શટડાઉનની જાહેરાત સપ્તાહના થોડા સમય પહેલા કરવામાં આવી હતી. બંધ લોસ અંજિલિસ કાઉંટી સહિત આશરે ત્રણ કરોડની આબાદી પર લાગૂ થાય છે.
એવા સમાચાર છે કે અમેરિકીઓના માસ્ક ન પહેરવા અથવા સામાજિક અંતરના નિયમોનું પાલન ન કરવાના કારણે નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ કેસની પુષ્ટી અમેરિકામાં થઈ છે અને સૌથી વધુ મોત પણ અમેરિકામાં થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement