Pakistan : બે ટંકના ખાવાના ફાંફા વચ્ચે પાકિસ્તાનમાં સર્જાઈ શકે છે મોતનું તાંડવ
પડોશી દેશમાં વિદેશી હૂંડિયામણ તળિયા ઝાટક થતા જીવનજરૂરી દવાઓ અને દવા ઉત્પાદન સામગ્રીની ખરીદીને ગંભીર અસર પહોંચાડી છે.
Pakistan Medicine Crisis: આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના લોકોને હવે બેવડો ફટકો પડવા જઈ રહ્યો છે. આતંકવાદના રસ્તે ચાલીને પાકિસ્તાન સાવ કંગાળ બની ગયું છે. બે ટંકનું ખાવા માટે તડપતા પાકિસ્તાનના લોકો હવે દવાઓ વિના જીવતે જીવ યાતનાઓ ભોગવવી પડે તેવી ગંભીર મેડિકલ ઈમરજન્સી ઉભી થાય તેવી શક્યતા છે. દેશમાં દવાઓનો સ્ટોક ખતમ થવાના આરે છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલો અનુસાર, ઓપરેશન થિયેટરોમાં હૃદય, કેન્સર અને કિડની સહિતની સંવેદનશીલ શસ્ત્રક્રિયાઓ માટે જરૂરી એનેસ્થેટિક્સનો સ્ત્જોક હવે બે અઠવાડિયા ચાલે તેના કરતાં ઓછો રહી ગયો છે.
પડોશી દેશમાં વિદેશી હૂંડિયામણ તળિયા ઝાટક થતા જીવનજરૂરી દવાઓ અને દવા ઉત્પાદન સામગ્રીની ખરીદીને ગંભીર અસર પહોંચાડી છે. પરિણામે સ્થાનિક દવા ઉત્પાદકોને તેમનું ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી હતી. દેશમાં દવાઓની અછતને કારણે પાકિસ્તાનમાં ડોક્ટરોએ ઓપરેશન કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
બે અઠવાડિયા કરતાં ઓછો સ્ટોક બાકી
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર સર્જરી માટે જરૂરી એનેસ્થેટિક્સનો બે અઠવાડિયા કરતાં ઓછો સ્ટોક બાકી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાનની ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ધમકી આપી છે કે, તેઓ ઉત્પાદન બંધ કરી શકે છે. આ કંપનીઓનું કહેવું છે કે, રૂપિયાના મૂલ્યમાં ઐતિહાસિક ઘટાડાને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. તેમણે ધમકી આપી છે કે, જો સરકાર દવાઓના ભાવમાં તાત્કાલિક વધારો નહીં કરે તો તેમની પાસે ઉત્પાદન બંધ કરવાનો એકમાત્ર વિકલ્પ રહેશે.
ફાર્માસ્યુટિકલ કંપનીઓએ હાથ ઉંચા કર્યા
દવા ઉત્પાદકોનું કહેવું છે કે, આગામી 7 દિવસથી વધુ સમય માટે દવાઓનું ઉત્પાદન કરવું અને તેનો સ્ટોક પૂરો પાડવો તેમના માટે સંપૂર્ણપણે અશક્ય બની ગયો છે. પાકિસ્તાનની ફાર્માસ્યુટિકલ કંપનીઓ લગભગ 95 ટકા કાચો માલ આયાત કરે છે. તે કાચો માલ ભારત અને ચીન સહિત ઘણા દેશોમાંથી આવે છે. ભારત સાથે બગડતા સંબંધોને કારણે આયાત પર પ્રતિબંધ છે. તેથી અહીંથી મળતો માલ બહારથી આયાત કરવો પડે છે. જેની કિંમત ભારતના માલની સરખામણીમાં ઘણી વધુ છે.
Pakistan Crisis: ડુબતા પાકિસ્તાનને મળ્યો ચીનનો સહારો, ડ્રેગને આપી 70 કરોડની અમેરિકન ડૉલરની મદદ
દેવાળીયુ થવાની કગાર પર ઉભા રહેલા પાકિસ્તાનને ચીને શુક્રવારે (24 ફેબ્રુઆરી)એ રાહતના સમાચાર આપ્યા. ખરેખરમાં લૉન માટે અનેક દેશોમાં ભટક્યા બાદ પાકિસ્તાનને ક્યાંયથી પણ મદદ ન હતી મળી રહી. આ બધાની વચ્ચે શુક્રવારે અચાનક ચીને તેના પર પોતાની બિમાર અર્થવ્યવસ્થાને ઠીક કરવા માટે 70 કરોડ અમેરિકન ડૉલરની મદદ કરી દીધી. આ મદદ એવા સમયે આવી છે, જ્યારે તેને તેની સૌથી વધુ જરૂર છે.
પાકિસ્તાનના નાણાંમંત્રી ઇશાક ડાર, જેને આ અઠવાડિયે શરૂઆતમાં જાહેરાત કરી હતી કે પાકિસ્તાન ચીનમાં પાસેથી મદદની આશા રાખી રહ્યુ છે, શુ્ક્રવારે ઇશાક ડારે સોશ્યલ મીડિયા પર આ વાતની પુષ્ટી કરતા બતાવ્યુ કે ચીને 70 કરોડ અમેરિકન ડૉલર આપી દીધા છે.