શોધખોળ કરો
Advertisement
FATFએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખ્યું, તુર્કી-મલેશિયાનો મળ્યો સાથ
ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને 2018માં એફએટીએએફની ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખ્યું છે. પાકિસ્તાન આ લિસ્ટમાંથી બહાર નીકળવા માટે અનેક પ્રયાસો કરતું રહ્યું છે પરંતુ તેને છેવટે નિરાશ જ હાથ લાગી છે. ભારત આ સતત દબાણ બનાવી રહ્યું છે કે આતંકવાદને આશ્રય આપી રહેલા પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે પરંતુ તુર્કી અને મલેશિયાનો સાથ મળતા પાકિસ્તાન બચી ગયું છે.
ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને 2018માં એફએટીએએફની ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું હતું. તેણે ન માત્ર પાકિસ્તાન પર આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ બનાવ્યું પરંતુ દુનિયાભરમાં તેની આર્થિક સાખને પણ ઝટકો આપ્યો છે.
આતંકવાદીઓને આર્થિક મદદ રોકવાની દિશામાં કામ કરનારી સંસ્થા એફએટીએફની બેઠક પેરિસમાં 16 ફેબ્રુઆરીથી શરુ થઈ અને 21 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન એ વાતની સમીક્ષા કરવામાં આવી રહે છે પાકિસ્તાને આતંક પર લગામ લગાવવા માટે સોંપવામાં આવેલી 27 મુદ્દાની કાર્યયોજના પર કેટલો અમલ કર્યો છે. સૂત્રો અનુસાર, બેઠકમાં જણાવવામાં આવ્યું છે કે આ કાર્યયોજનામાંથી પાકિસ્તાને 14 પર સંપૂર્ણ અમલ કર્યો છે. જ્યારે 11 પર આંશિક રીતે અમલ કર્યો છે અને બે બિંદુ એવા છે જેને લાગુ કરવું સંભવ નથી.Sources: Pakistan to remain in Financial Action Task Force (FATF) grey list. Turkey and Malaysia supported Pakistan. pic.twitter.com/M0z0Ppt7rY
— ANI (@ANI) February 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
દેશ
Advertisement