Russia-Ukraine War: શું રશિયાએ ઈરાની ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેન પર હુમલો કર્યો, જાણો નિષ્ણાંતોનો મત
રશિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેન પર તેના હુમલા તેજ કર્યા છે. આ પહેલા રશિયા તરફથી લગભગ 84 મિસાઈલ છોડવામાં આવી હતી જ્યારે આગલા દિવસે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો.
Russia-Ukraine War News: રશિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેન પર તેના હુમલા તેજ કર્યા છે. આ પહેલા રશિયા (Russia) તરફથી લગભગ 84 મિસાઈલ છોડવામાં આવી હતી જ્યારે આગલા દિવસે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ (Volodymyr Zelenskyy) કહ્યું કે, રશિયાએ ગત સપ્તાહમાં યુક્રેનના 30 ટકા પાવર સ્ટેશનનો તબાહ કર્યો છે.
વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, રશિયન સેનાએ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને યુક્રેનના ત્રીજા ભાગનાં પાવર સ્ટેશનનો નાશ કર્યો હતો. સોમવારે (17 ઓક્ટોબર) રશિયાએ કિવ અને સુમીમાં ડ્રોન હુમલા કર્યા હતા, યુક્રેને જણાવ્યું હતું કે, આ હુમલાઓમાં 6 લોકો માર્યા ગયા હતા. જેમાં એક ગર્ભવતી મહિલા પણ હતી. ડ્રોન હુમલામાં યુક્રેનની ઘણી ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ હતી.
ડ્રોન હુમલાએ તબાહી મચાવીઃ
સુમી અને સેન્ટ્રલ નિપ્રોપેટ્રોસ વિસ્તારમાં ડ્રોન હુમલાઓએ પાવર સ્ટેશનનો નાશ કર્યો જેથી ઘણા ગામડા અને શહેરોમાં વીજ સેવાઓ ખોરવાઈ છે. યુક્રેનના એક મંત્રીએ ડ્રોન હુમલાનો વીડિયો પણ ટ્વિટર પર શેર કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, રશિયાએ ઈરાન દ્વારા બનાવામાં આવેલ ડ્રોનથી હુમલો કર્યો છે, જેમાં ઘણી ઈમારતોને નુકસાન થયું છે. યુક્રેનની રાજધાની પર રશિયા દ્વારા આ બીજો આતંકવાદી હુમલો છે.
અગાઉ 84 મિસાઈલ છોડાઈ હતીઃ
આ પહેલાં સોમવારે (10 ઓક્ટોબર) પણ રશિયાએ યુક્રેન પર મિસાઈલથી હુમલો કર્યો હતો. રશિયા તરફથી યુક્રેનમાં લગભગ 84 મિસાઈલો છોડવામાં આવી હતી. આ હુમલામાં કિવ સહિત અનેક શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને 19 નાગરિકો માર્યા ગયા હતા.
રશિયાએ હુમલાઓ અંગે શું કહ્યું?
યુક્રેન અને પશ્ચિમ દેશો કહ્યું છે કે રશિયાએ ઘાતક હુમલા માટે ઈરાની ડ્રોનનો ઉપયોગ કર્યો છે. આના પર, રશિયાએ કહ્યું કે અમારી પાસે યુક્રેનમાં ઈરાની ડ્રોનના ઉપયોગ વિશે કોઈ માહિતી નથી. તે જ સમયે, સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે રશિયન સેના પાસે ઈરાનનું શાહિદ ડ્રોન (Shahed-136 Drone) છે. જેને ગેરાન-2 પણ કહેવામાં આવે છે અને રશિયાએ તેનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો....