Russia-Ukraine War: રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, મોસ્કો સુધી પહોંચ્યા યુક્રેનના ડ્રોન
આ ઘટના બાદ 50 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. રશિયાએ યુક્રેનના ઓછામાં ઓછા 20 ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો હતો.
યુક્રેને રશિયાના મોસ્કો પર સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો હતો. જેમાં ડઝનબંધ ઘરો ધરાશાયી થયા છે. આ ઘટના બાદ 50 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. રશિયાએ યુક્રેનના ઓછામાં ઓછા 20 ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. મોસ્કોની આસપાસના વિસ્તારો પર હુમલો કરવાથી રાષ્ટ્રપતિ પુતિન માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
VIDEO: 🇷🇺 🇺🇦 Russia says woman killed in Ukrainian drone strike near Moscow
— AFP News Agency (@AFP) September 10, 2024
It's first time someone has been killed in a Ukrainian attack near the Russian capital since the start of Moscow's military offensive in Ukraine in February 2022#AFPVertical pic.twitter.com/MPgamxC7Kf
રશિયાએ કહ્યું કે તેણે મોસ્કોની આસપાસના વિસ્તારોમાં ઉડતા 20 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે. રશિયાએ વધુમાં કહ્યું કે તેણે યુક્રેનથી રશિયાના અન્ય ભાગોમાં છોડવામાં આવેલા 124 ડ્રોનને તોડી પાડ્યા છે. આ હુમલામાં મોસ્કોની આસપાસના વિસ્તારના મકાનોને નુકસાન થયું છે પરંતુ વધુ જાનહાનિ થઈ નથી અને હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે.
યુક્રેનિયન હુમલા પછી મોસ્કોના ચાર એરપોર્ટમાંથી ત્રણ એરપોર્ટ છ કલાકથી વધુ સમય માટે બંધ રહ્યા હતા અને લગભગ 50 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મીડિયાને જણાવ્યું કે આ ડ્રોન હુમલો યુક્રેનના રાજકીય નેતૃત્વની વાસ્તવિકતાનો વધુ એક પુરાવો છે.
તેમણે કહ્યું હતું કે, "રહેણાંક વિસ્તારો પરના હુમલાને સૈન્ય કાર્યવાહી સાથે જોડવાની કોઇ રીત નથી. કિવ શાસન સતત તેની વાસ્તવિકતાને પ્રદર્શિત કરી રહ્યું છે. તેઓ અમારા દુશ્મનો છે અને અમને આવી કાર્યવાહીઓથી બચાવવા માટે વિશેષ લશ્કરી કાર્યવાહીની જરૂર છે."
રશિયાએ પણ યુક્રેન પર 46 ડ્રોન છોડ્યા હતા
બીજી તરફ રશિયાએ પણ યુક્રેન પર 46 ડ્રોન છોડ્યા હતા પરંતુ યુક્રેનની સેનાએ કહ્યું હતું કે 38 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. યુક્રેનિયન હુમલાઓએ રામેન્સકોયે જિલ્લામાં બહુમાળી ઇમારતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ઘણા ફ્લેટમાં આગ લાગી છે. અહીં એક 46 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.
તાજેતરના અઠવાડિયામાં યુક્રેનિયન દળોને રશિયાના પૂર્વ ભાગમાં જતા અને રશિયન સરહદની અંદર હુમલાઓ કરતા જોવા મળ્યા છે. ગયા મહિને 6 ઓગસ્ટે યુક્રેનિયન આર્મીએ રશિયાના પશ્ચિમી કુર્સ્ક પ્રદેશ પર ઘણા હુમલા કર્યા હતા અને રશિયન પ્રદેશ પર મોટા ડ્રોન હુમલા પણ કરી રહ્યા છે.