ફક્ત એક કોરોના કેસ આવતાં આ દેશમાં લાગ્યું લોકડાઉન, બોર્ડર સીલ કરાઈ, જાણો વિગતે
કોરોના પોઝિટિવ મળી આવેલી મહિલા 29 વર્ષની છે. તે ફિજી જવાની હતી અને ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સમોઆ દેશ જે એક પેસિફીક આઈલેન્ડ દેશ છે ત્યાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. પ્રથમ કેસ નોંધાતા સમોઆમાં લોકડાઉન લાગુ કરી દેવાયું છે. આ સાથે જ દેશની બોર્ડર પણ સીલ કરી દેવાઈ છે. સરકારે હવાઈ અને સમુદ્રી મુસાફરી પર પણ પ્રતિબંધ મુકી દીધો છે અને ઈમરજન્સી આદેશ કરી દેવાયો છે. અહીં ઉપોલુના મુખ્ય ટાપુ પર કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો છે.
સમોઆના દ્વીપના વડાપ્રધાન ફિયામ નાઓમી મટાફાએ કહ્યું કે, કોરોના પોઝિટિવ મળી આવેલી મહિલા 29 વર્ષની છે. તે ફિજી જવાની હતી અને ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલા કોરોના પોઝિટિવ આવ્યા બાદ પીએમ ફિયામ નાઓમી મટાફાએ દેશમાં 4 દિવસનું લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપ્યો છે.
90% વસ્તીને રસી આપાઈ છેઃ
વડાપ્રધાન ફિયામ નાઓમી મટાફાએ ગુરુવારે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આવશ્યક સેવાઓ સિવાય જાહેર મેળાવડા, તમામ શાળાઓ, ચર્ચ અને અન્ય સેવાઓ બંધ રહેશે. શુક્રવારે મધ્યરાત્રિથી લોકોએ માસ્ક પહેરવાનું અને વેક્સીનેશન કાર્ડનો ઉપયોગ કરવાનું ફરજિયાત કરાયું છે.
સમોઆ દેશની વસ્તી 2 લાખ છે અને અહીં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. ઓનલાઈન લીક થયેલ સરકારી અહેવાલ મુજબ કોરોના પોઝિટિવ આવેલી મહિલા ગયા શનિવારે બીમાર પડી હતી. આ મહિલા બિમાર પડ્યા બાદ તેણએ ચર્ચ સેવાઓમાં હાજરી આપી હતી અને હોસ્પિટલ, પુસ્તકાલય અને ટ્રાવેલ એજન્સી સહિતના સ્થળોની મુલાકાત પણ લીધી હતી. સરકારી આંકડાઓ અનુસાર, સમોઆની લગભગ 90 ટકા વસ્તીને કોરોનાની રસી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ