(Source: ECI/ABP News/ABP Majha)
યૂક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીના ભાષણનુ અનુવાદ કરતા કરતા વચ્ચે રડવા લાગી અનુવાદક, વીડિયો વાયરલ
પોતાના ભાષણમાં વોલોદિમીર ઝેલેંસ્કીએ કહ્યું કે, આ હુમલાના કારણે રશિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી બહાર કરી દેવુ જોઇએ.
Russia Ukraine Conflict: રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન કેટલીય એવી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જે ખરેખરમાં દયનીય છે. જે લોકોને ભાવુક કરી રહ્યાં છે, અને દુનિયાભરમાં યૂક્રેનના સૈનિકો અને નાગરિકોને સેલ્યૂટ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે જર્મનીની એક ટીવી ચેનલનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીના ભાષણનુ અનુવાદ કરતા કરતા એક ટ્રાન્સલેટર વચ્ચે જ રડવા લાગે છે.
ઓસ્ટ્રિયાના રાજદૂતે શેર કર્યો વીડિયો -
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં યૂક્રેનમાં ઓસ્ટ્રિયાના રાજદૂત ઓલેક્ઝેન્ડર શેરબાએ શેર કર્યા છે. આ વીડિયોમાં દેખી શકાય છે કે જર્મનીની એક ટીવી ચેનલ પર યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીનુ ભાષણ ચાલી રહ્યું છે. એક છોકરી તેમના ભાષણનુ અનુવાદ કરી રહી છે. ભાષણ દરમિયાન ઝેલેંસ્કી કહે છે કે અમારા માટે હાલત ખરાબ છે. તેની આ લાઇનને તે અનુવાદ કરતા કરતાં અનુવાદક રડવા લાગે છે. તે દર્શકોની માફી માંગતા રોકાઇ જાય છે.
શું કહ્યું ભાષણમાં -
પોતાના ભાષણમાં વોલોદિમીર ઝેલેંસ્કીએ કહ્યું કે, આ હુમલાના કારણે રશિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી બહાર કરી દેવુ જોઇએ. રશિયા સુરક્ષા પરિષદના 5 સ્થાયી સભ્યોમાંનુ એક છે. આવામાં તેની પાસે પ્રસ્તાવોનો વીટો કરવાની તાકાત છે. તેમને આંતરરાષ્ટ્રીય યુદ્ધ અપરાધ અધિકરણને યૂક્રેનના શહેરો પર રશિયાના હુમલાઓની કરવાનુ પણ કહ્યું. તેને રશિયા આક્રમણના રાજ્ય પ્રાયોજિત આતંકવાદ કહ્યો.
Ukrainian-German interpreter breaks down in tears while translating @ZelenskyyUa speech. #UkraineUnderAttack #StandWithUkraine #RussiaGoHome pic.twitter.com/Byno9Qsu79
— olexander scherba🇺🇦 (@olex_scherba) February 27, 2022
આ પણ વાંચો......
ભારતીય રેલ્વેમાં 756 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....
Bank of Baroda recruitment 2022: બેંક ઓફ બરોડામાં ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
પુતિનના યુદ્ધની કિંમત રશિયાના અબજોપતિઓ ચૂકવી રહ્યા છે, 126 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી
પાવર ઈન્ડેક્ષઃ કોણ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી મિલીટ્રી, જાણો રશિયા અને ભારતનો ક્રમ
યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે