Video: પ્લેન ક્રેશ થવાની ગણતરીની સેકન્ડોમાં જ બહાર નીકળ્યો પાયલટ, વિમાન દૂર્ઘટનાનો ભયાનક વીડિયો વાયરલ
આ વીડિયોમાં એક પાયલટ વિમાનની (Plane crash video) બહાર કુદી રહેલો દેખાઇ રહ્યો છે, તેનુ ટાઇમિંગ એટલુ સટિક હતુ
નવી દિલ્હીઃ આજકાલ સોશ્યલ મીડિયામાં ઘણા એવા વીડિયો અને તસવીરો વાયરલ થઇ રહી છે, જેને જોયા બાદ આપણે વિશ્વાસ પણ ના કરી શકીએ. આવો જ એક વિમાન દૂર્ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક પાયલટનો જીવ પ્લેન ક્રેશ થયાની સેકન્ડોની અંદજ બચી જાય છે. આ વીડિયોને @LookedExpensive ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે અને ખુબ વાયરલ થઇ રહ્યો છે. જુઓ....
આ વીડિયોમાં એક પાયલટ વિમાનની (Plane crash video) બહાર કુદી રહેલો દેખાઇ રહ્યો છે, તેનુ ટાઇમિંગ એટલુ સટિક હતુ (Pilot eject from plane seconds before crash) કે જો એક પળ પણ મોડુ કર્યુ હોત તો તેનો જીવ જતો રહેતો. ટ્વીટર એકાઉન્ટ @LookedExpensive પરથી શેર કરવામાં આવેલા આ વીડિયો ખુબ ભયજનક છે. કેમકે એમાં પ્લેનના દૂર્ઘટનાના દ્રશ્ય બતાવવામાં આવ્યા છે.
Ejecting with no time to spare pic.twitter.com/ayoXIZwAZ0
— That Looked Expensive (@LookedExpensive) June 23, 2022
વીડિયોમાં જોઇ શકાય છે કે, પ્લેન ઝડપથી ઉડી રહ્યું છે અને જમીન તરફ પડી રહ્યું છે. પ્લેન જમીનથી થોડુ ઉપર છે, ત્યારે જ પાઈલટ તેની સીટ બહાર કાઢે છે. તે પછી તે પેરાશૂટની મદદથી હવામાં ઉડે છે. પાયલોટ પ્લેનમાંથી બહાર નીકળે કે તરત જ એક સેકન્ડ પછી પ્લેન જોરથી જમીન સાથે અથડાય છે અને વિસ્ફોટ થાય છે. આ પછી પ્લેનમાં વિસ્ફોટ થાય છે અને આગની લપેટમાં આવી જાય છે. તમે જોઈ શકો છો કે બ્લાસ્ટથી પ્લેન સંપૂર્ણ રીતે નાશ પામ્યું છે.
આ પણ વાંચો.........
Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ
India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના
US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ
Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી
Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક