ચીનમાં કોરોના વાયરસના કારણે હાહાકાર, એક દિવસમાં રેકોર્ડ 25 હજાર નવા કેસ નોંધાયા
શાંઘાઈના લોકોનું કહેવું છે કે તેમની પાસે ખાવા-પીવાની વસ્તુઓ ખતમ થઈ ગઈ છે.
China Covid-19 pandemic: ચીનમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. એક જ દિવસમાં ચીનમાં કોરોનાના નવા 25,071 કેસ નોંધાયા છે. ચીનના શહેર શાંઘાઈમાં લગભગ 25 મિલિયન લોકો લોકડાઉન હેઠળ છે. શુક્રવારે ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું હતું કે દેશમાં કોવિડના 24,100થી વધુ કેસ નોંધ્યા છે. રિપોર્ટ અનુસાર, શાંઘાઈમાં ચેપના 824 પોઝિટિવ કેસ અને 20,398 લક્ષણો વગરના કેસ નોંધાયા છે. ચીનમાં સ્થાનિક સ્તરે ચેપ લાગ્યો હોય તેવા લગભગ 1,540 નવા કેસ નોંધાયા છે. ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં કોવિડનો પહેલો કેસ નોંધાયો ત્યારથી દેશમાં કોરોનાના કેસમાં આ સૌથી વધુ વધારો છે.
બીજી તરફ ચીનના શાંઘાઈમાં કોરોનાની આકરી નીતિની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે કોરોનાને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલા માટે ચીનને ગોલ્ડ મેડલ મળવો જોઈએ. તેમણે કહ્યું કે જેમ કે કેટલાક વિદેશી એથ્લેટ્સે કહ્યું હતું કે જો કોરોના મહામારી વિરુદ્ધમાં કોઇ સિલ્વર મેડલ હોત તો તે ચીનને મળવો જોઇએ.
શાંઘાઈ લોકો નારાજ
શાંઘાઈના લોકોનું કહેવું છે કે તેમની પાસે ખાવા-પીવાની વસ્તુઓ ખતમ થઈ ગઈ છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. શહેરના લોકો તેમના ઘરોમાં કેદ છે અને મોટાભાગના લોકોએ ખોરાક અને પાણીનો ઓર્ડર આપવો પડે છે અને શાકભાજી, માંસ અને ઇંડાના સરકારી સપ્લાયની રાહ જોવી પડે છે.
શાંઘાઈમાં કોરોના વાયરસના સંક્રમણને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહેલા ચીને તેના સૌથી મોટા શહેરમાં દેશભરમાંથી 10,000 થી વધુ આરોગ્ય કર્મચારીઓને તૈનાત કર્યા છે. આમાં 2,000 થી વધુ લશ્કરી તબીબી કર્મચારીઓનો સમાવેશ થાય છે. શહેરમાં સતત છઠ્ઠા દિવસે ચેપના 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેના કારણે શહેરમાં સાત દિવસનું લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ
હાર્દિક પંડ્યાની પત્ની Natasa Stankovicએ સ્વિમસૂટ પહેરીને પૂલમાં બતાવ્યો હૉટ અવતાર, વીડિયો વાયરલ
Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ
ગુજરાતમાં કઈ જગ્યાએ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, એક સાથે 92 આગેવાનોએ આપી રાજીનામાની ચીમકી
PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો