શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાએ કોરોનાથી બચવા માટે કેટલા મહિનાનું લોકડાઉન લાદી દીધું એ જાણીને ચોંકી જશો
મેલબર્નમાં હાલ આશરે 7,50,000 જેટલા વર્કર છે, જેઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે.

મેલબર્નઃ ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ભારતના અનેક રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના જાણીતા શહેરમાં લોકડાઉનની જાહેરાત કરી છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે વસતિ ધરાવતા બીજા રાજ્ય મેલબર્નમાં કોરોનાના કેસ વધતાં 6 સપ્તાહનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. મેલબર્નમાં દુકાનો, માર્કેટ બંધ કરી દેવામા આવ્યા છે, લોકડાઉન પહેલા લોકોએ કરિયાણું સહિતની જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા લાઈનો લગાવી હતી. જેના કારણે અનેક દુકાનોમાં સ્ટોક ખાલી થઈ ગયા હતા.
મેલબર્નમાં હાલ આશરે 7,50,000 જેટલા વર્કર છે, જેઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આર્થિક પ્રવૃત્તિ બંધ થવાથી 2,50,000 જેટલા લોકો કામ નહીં કરી શકે. લોકડાઉનના પગલે રિમોટ એજ્યુકેશનન શરૂઆત કરવામાં આવી છે.
ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વિન્સલેંડ રાજ્યોએ નવા કોરોના વાયરસના સંક્રમણને રોકવા નવા ઉપાયો અજમાવ્યા છે. વિક્ટોરિયામાં નાઇટ કફર્યુ અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરાઈ છે.
કોરોના વાયરસ પર નજર રાખતી સાઇટ વર્લ્ડોમીટર પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,890 પર પહોચી છે. 10,941 લોકો સાજા થઈ ગયા છે અને 255 લોકોના મોત થયા છે.
વધુ વાંચો
Advertisement





















