શોધખોળ કરો
The Kapil Sharma Show ના ફેન્સ માટે ખરાબ સમાચાર! આ મુખ્ય પાત્ર આ સિઝનમાં જોવા નહીં મળે
નવી સીઝનની વાત કરીએ તો કપિલ ફરી એક નવી ઉર્જા સાથે વાપસી કરવા જઈ રહ્યો છે.

ધ કપિલ શર્મા શો
1/8

The Kapil Sharma Show: જો તમે કપિલના શોના ફેન છો, તો તમારા માટે સારા સમાચાર એ છે કે આ શો ફરી એકવાર ધમાકેદાર વાપસી કરી રહ્યો છે.
2/8

ખરાબ સમાચાર એ છે કે જો તમે કપિલના શોના ફેન છો, તો આ વખતે તમે તેની ટીમના કોઈ સભ્યને ખૂબ જ મિસ કરશો.
3/8

જો રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે કપિલના શોમાં તેનો એક પણ મુખ્ય પાત્ર જોવા મળશે નહીં. ETimes ના સમાચાર અનુસાર, કૃષ્ણા અભિષેક કપિલના શોની નવી સીઝનનો ભાગ નહીં હોય.
4/8

આ સમાચારની પુષ્ટિ ખુદ કૃષ્ણા અભિષેકે કરી છે. અભિનેતાએ ETimes સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે આ સીઝનનો ભાગ નથી. જો કે તેની પાછળનું કારણ એગ્રીમેન્ટના કેટલાક મુદ્દા જણાવવામાં આવી રહ્યા છે.
5/8

તમને જણાવી દઈએ કે કપિલના શોમાં કૃષ્ણા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
6/8

કૃષ્ણા આ શોમાં 'સપના'નું પાત્ર ભજવે છે જે ખૂબ જ પ્રખ્યાત પાત્ર છે.
7/8

શોમાં કૃષ્ણાની એન્ટ્રી ત્યારે થઈ જ્યારે સુનીલ ગ્રોવરે શોને અલવિદા કહ્યું. તેની જગ્યાએ ક્રિષ્ના આવ્યા અને તે 'સપના' બનીને સુનીલની ઉણપ પૂરી કરી.
8/8

નવી સીઝનની વાત કરીએ તો કપિલ ફરી એક નવી ઉર્જા સાથે વાપસી કરવા જઈ રહ્યો છે. જોકે, આ શો ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
Published at : 23 Aug 2022 06:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
