Pinkvilla Style Icon આ એવોર્ડમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં અભિનેત્રી અમાયરા દસ્તુર પણ પહોંચી હતી. તેનો સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક જોઈને બધાની નજર તેના પર હતી. બ્લેક ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/5
આ લુકમાં અમાયરાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અમાયરાએ બ્લેક કલરના સ્ટાઇલિશ આઉટફિટ સાથે તેના ગળામાં હીરાનો હાર પહેર્યો છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. આ સાથે અમાયરાએ ડાયમંડ ઈયરિંગ્સ અને બ્રેસલેટ પણ પહેર્યા છે. તેણે પોતાના વાળને હાઈ પોની સ્ટાઈલ આપી છે. એક્ટ્રેસના ઓલ ઓવર લુક પર ફેન ફિદા થયા છે.
3/5
અમાયરા તેની ફિલ્મો કરતાં તેના સ્ટાઇલિશ લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ તે સુંદર લુકમાં ફેન્સ સાથે ફોટો-વિડિયો શેર કરતી રહે છે.
4/5
અમાયરા એથનિક, વેસ્ટર્નથી લઈને બિકીની સુધીના તમામ પ્રકારના સ્ટાઈલ સ્ટેટમેન્ટને અનુસરે છે. આ જ કારણ છે કે અમાયરાની સ્ટાઈલ હંમેશા ફેન્સમાં ચર્ચામાં રહે છે.
5/5
અમાયરા હાલમાં જ પ્રસ્થાનમ, મેન્ટલ હૈ ક્યા અને 'મેડ ઇન ચાઇના' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.