બોલિવૂડ એક્ટ્રેસ કિમ શર્મા 42 વર્ષની થઇ ગઇ છે. તેણે 21 જાન્યુઆરીના રોજ પોતાના બોયફ્રેન્ડ લિએન્ડર પેસ સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જન્મદિવસની ઉજવણી કિમ શર્માએ બહામાસમાં કરી હતી. કિમ શર્માએ આ વેકેશનની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
2/6
કિમ શર્માએ બિકિનીમાં બીચ પર એન્જોય કર્યું હતું. તેણે કેટલીક તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં કિમ શર્મા બિકિનીમાં સમુદ્ર કિનારે બેસેલી જોવા મળી રહી છે. કિમ શર્માએ વ્હાઇટ ટ્રોપિકલ બિકિની અને ફેડોરા હેટ પહેરી છે. હાથ ઉપર કરીને કિમ શર્મા વિક્ટ્રી સાઇન બતાવી રહી છે.
3/6
કિમ શર્માએ તસવીરો શેર કરતા લખ્યું કે 2022 માટે મૂડ. જન્નતમાં મારા બેસ્ટ વ્યક્તિ સાથે બેસ્ટ દિવસ. આ વર્ષ અત્યાર સુધીનું સૌથી બેસ્ટ વર્ષ હોઇ શકે છે.લિએન્ડરે કિમની આ તસવીરો પર કોમેન્ટ પણ કરી છે. સાથે કિમ શર્માને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
4/6
લિએન્ડર પેસ સાથે કિમ શર્માની પ્રથમ તસવીર ઓગસ્ટ 2021માં વાયરલ થઇ હતી.બાદમાં આ કપલે પોતાના સંબંધોને ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કરી દીધા હતા.
5/6
સપ્ટેમ્બર 2021માં બંન્નેએ તસવીર શેર કરી સંબંધોનો સ્વીકાર કર્યો હતો. કિમ અને લિએન્ડર બહામાસ અગાઉ ફ્લોરિડાના ડિઝની થીમ પાર્ક ગયા હતા.
6/6
તમામ તસવીરો કિમ શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.