બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય સિંગર્સમાં સામેલ આકૃતિ કક્કરનો આજે જન્મદિવસ છે. તે આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં 18 વર્ષથી કામ કરે છે. તેણે ઇન્શાલ્લાહ, ખુદા યા ખેર જેવા સુપરહિટ ગીતો ગાયા છે. પરંતુ આકૃતિ જેટલી સારી સિંગર છે એટલી જ ગ્લેમરસ તેની સ્ટાઇલ છે.
2/7
આકૃતિ કક્કરે હિન્દી ગીતોની સાથે પંજાબી ગીતો પણ ગાયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે અને તેણે ઘણા સુપરહિટ બંગાળી ગીતો ગાયા છે.આકૃતિએ વર્ષ 2016માં લેખક-દિગ્દર્શક ચિરાગ અરોરા સાથે લગ્ન કર્યા હતા.
3/7
આકૃતિ જેટલી સારી સિંગર છે એટલી જ સારી ડાન્સર પણ છે. આકૃતિને બે બહેનો સુકૃતિ અને પ્રકૃતિ છે.
4/7
આકૃતિ કક્કર ખાવા પીવાની ખૂબ શોખીન છે. તેને વિવિધ પ્રકારની વાનગીઓ ખાવાનું પસંદ છે. તેને દરેક પ્રકારનું ભારતીય ભોજન ગમે છે.
5/7
આકૃતિ તેના ટોન બોડીને ફ્લોન્ટ કરવામાં ક્યારેય ડરતી નથી. સિંગર હોવા છતાં તે ફિગર મામલે એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.
6/7
આકૃતિ કક્કર સ્ટેજ પર પણ પરફોર્મ કરે છે અને તે તેના અવાજની સાથે સાથે ગ્લેમરસ લૂકથી લોકોનું દિલ જીતી લે છે.