બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. કૃષ્ણા જૈકી શ્રોફ અને આયોશા શ્રોફની દીકરી 29 વર્ષની થઇ ગઇ છે.
2/6
કૃષ્ણા શ્રોફ બોલિવૂડની પોપ્યુલર સ્ટાર કિડ્સમાં સામેલ છે. કૃષ્ણાને ફિલ્મોમાં આવવાનો કોઇ શોખ નથી.
3/6
ટાઇગરની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટણની સાથે કૃષ્ણા શ્રોફની સારી મિત્રતા છે. સાથે બંન્ને મસ્તીભર્યા વીડિયો પણ બનાવે છે. કૃષ્ણા દિશા પટણની જેમ ખૂબ બોલ્ડ છે.
4/6
કૃષ્ણા શ્રોફ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. તે પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. કૃષ્ણા શ્રોફ ફિટનેસનું પણ ખૂબ ધ્યાન રાખે છે. કૃષ્ણા શ્રોફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે બાળપણમાં ખૂબ જાડી હતી.
5/6
કૃષ્ણા શ્રોફે કહ્યું કે બાદમાં ફિટ રહેવા તેણે કસરત શરૂ કરી અને ફિટનેસને પ્રેમ કરવા લાગી છે.કૃષ્ણા શ્રોફ પોતાના પિતાની ખૂબ નજીક છે. કૃષ્ણા શ્રોફે કહ્યુ કે તે તેના પિતાની સાથે બેસી મોડી રાત સુધી બોક્સિંગ મેચ જોવે છે.