શોધખોળ કરો
આમિર ખાન પાસે છે 'કુબેરનો ખજાનો', તેની સંપત્તિ જાણી નહી થાય વિશ્વાસ
બોલિવૂડમાં આવા ઘણા કલાકારો છે. જેઓ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરે છે. આવી સ્થિતિમાં તે અપાર સંપત્તિનો માલિક બની ગયો છે. વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/6

બોલિવૂડમાં આવા ઘણા કલાકારો છે. જેઓ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરે છે. આવી સ્થિતિમાં તે અપાર સંપત્તિનો માલિક બની ગયો છે. વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ આમિર ખાનની. જેનું નામ દેશના દિગ્ગજ કલાકારોમાં સામેલ છે. ત્રણ દાયકાથી વધુ લાંબી તેની કારકિર્દીમાં આમિર ખાને ઘણી બમ્પર હિટ ફિલ્મો આપી છે. આમિર ખાન અભિનય ઉપરાંત ફિલ્મ નિર્માતા તરીકે પણ એક અલગ ઓળખ ધરાવે છે.
2/6

આમિર ખાન દેશના અમીર કલાકારોમાંથી એક છે એટલું જ નહીં પરંતુ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 100 કરોડની ક્લબમાં સામેલ થનાર પ્રથમ વ્યક્તિ છે. 2008માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ગજનીએ 100 કરોડ રૂપિયાની કમાણી કરી અને તેને આ ક્લબનો પહેલો એક્ટર બનાવ્યો હતો. આ ફિલ્મે તે સમયે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અને ખાસ વાત એ છે કે આ ફિલ્મનો રેકોર્ડ તોડનાર ફિલ્મ 3 ઈડિયટ્સ પણ આમિર ખાનની જ ફિલ્મ હતી.
3/6

આમિર ખાન વર્ષમાં વધુ ફિલ્મો નથી કરતો. આમિર એક સમયે એક જ ફિલ્મમાં કામ કરવામાં માને છે. બીજી બાજુ અન્ય કલાકારોની જેમ તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં બ એક્ટિવ સક્રિય નથી. પરંતુ તે પોતાની એક ફિલ્મ દ્વારા ઘણી કમાણી કરે છે. જો કે તેની અગાઉની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.
4/6

ફિલ્મો સિવાય આમિર ખાન ટીવી શો અને તેના પ્રોડક્શન હાઉસ દ્વારા પણ મોટી કમાણી કરે છે. એક રિપોર્ટ અનુસાર, આમિર ખાન કોમર્શિયલ શૂટ માટે 10 થી 12 કરોડ રૂપિયાની ફી લે છે. અભિનેતાની ફિલ્મની ફીની વાત કરીએ તો તે 50 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ લે છે.
5/6

આમિર ખાનની કુલ સંપત્તિની વાત કરીએ તો તે લગભગ 1800 કરોડ રૂપિયા છે. આમિર ખાન પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ ટેક્સ ચૂકવનારા કલાકારોમાં સામેલ છે.
6/6

આલીશાન ઘર ઉપરાંત, આમિર ખાન પાસે મોંઘી કારોનું પણ કલેક્શન છે. આમિરના કલેક્શનમાં રહેલી કાર્સની વાત કરીએ તો તેની પાસે મર્સિડીઝ બેન્ઝ, રોલ્સ રોયસ સહિત 9 લક્ઝુરિયસ કાર છે.
Published at : 14 Mar 2024 01:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
બિઝનેસ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
