શોધખોળ કરો
3 રૂપિયાની આવક માટે નટુકાકાએ કરતા હતા 24 કલાક કામ, જિંદગીના અંતિમ દિવસોમાં આવી હતી સ્થિતિ

ઘનશ્યામ નાયક
1/8

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમ નટુકાક ઉર્ફ ઘનશ્યામ નાયકે દુનિયાને અલવિદા કહી દીધું. તારક મહેતા શોની સફળતા પહેલાનો સફર ઘનશ્યામ નાયક માટે સરળ ન હતો. આ પહેલા તેઓ હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યાં છે.
2/8

ઘનશ્યામ નાયકે ખૂબ જ નાની ઉંમરે અભિનયની રાહ પકડી લીધી હતી. 1960માં આવેલી ફિલ્મ માસૂલમાં તેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ હમ દિલ દે ચુકે સનમમાં વિઠ્ઠલ કાકાની ભૂમિકામાં જોવા મળ્યાં હતા.
3/8

ઉપરાંત ઘનશ્યામ નાયક તિરંગા, લાડલા. ક્રાંતિવીર,આંદોલન, બરસાત, માફીયા, ચાહત,ઇશ્ક, ચાઇના ગેટ,તેરેના નામ અને ખાક સહિત અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે.
4/8

ટીવી ધારાવાહિકમાં તેઓ ખીચડી,સપનો કા મહલ, દિલ મિલ ગયે, સારથી, સારાભાઇ વર્સેજ સારાભાઇનો હિસ્સો પણ રહી ચૂક્યા હતા.
5/8

મીડિયા ઇન્ટરવ્યુમાં ઘનશ્યામ નાયકે તેમની શરૂઆતની કરિયરની સ્ટ્રગલની ચર્ચા કરી હતી. “એક સમય એવો હતો જ્યારે માત્ર 3 રૂપિયા માટે હું 24 કલાક કામ કરતો હતો. તે સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા પૈસા મળતાં હતા”
6/8

તેમના સંઘર્ષના દિવસોની વાત કરતા ઘનશ્યામ નાયકે કહ્યું હતું કે, “એક સમયે બાળકોની સ્કૂલની ફી આપવાના પણ પૈસા ન હતા. પાડોસી પાસેથી પૈસા લઇને ફી ભરી હતી”
7/8

તેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ફેમ અને નેમ બંને મળ્યું. તેમને જણાવ્યું હતું કે, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોએ જિંદગીને સ્થિર કરવામાં મદદ કરીને અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો” તેમણે મુંબઇમાં બે મકાન ખરીદ્યા.
8/8

જો કે કોરોનાના સમયમાં ફરી કામ ન હોવાથી ફરી એજ દિવસોનો સામનો કરવો પડ્યો હતો. તેઓ છેલ્લા એક વર્ષથી કેન્સરની બીમારી સામે ઝઝુમી રહ્યાં હતા અને અંતે આ જંગમાં તે જિંદગી હારી ગયા
Published at : 04 Oct 2021 12:59 PM (IST)
આગળ જુઓ
Advertisement