પલક તિવારીએ હમણાં જ ઈબ્રાહિમ સાથે પોતાના ફોટોને લઈ મૌન તોડ્યું છે. પલકે કહ્યું કે પૈપરાજી (ફોટોગ્રાફર્સ)એ તેમને ઘણી અસહજ કરી દીધી હતી.
2/6
પલકે કહ્યું કે, ફેમસ થવાનું આ પાસું તેના માટે એકદમ નવું હતું. તેણીએ કહ્યું કે, આ વિશેષ પાસું મારા માટે ઘણું નવું છે, એટલે હું એટલી ચકીત રહી ગઈ કે ઓહ.. લોકો આટલું પણ ધ્યાન રાખે છે.
3/6
પલકે વધુમાં જણાવ્યું કે, એવું નથી કે મને બીજા લોકો સાથે નથી જોવાઈ, મને લાગે છે કે આ મારા માટે નવું હતું અને હું થોડી અચંબિત પણ હતી અને તેનાથી હું અસહજ થઈ ગઈ હતી.
4/6
પલકે આગળ કહ્યું કે, મને ખબર છે કે, હું જે કરવા માંગુ છું તે આ સ્ટારડમનો જ એક ભાગ છે અને જો એ એવું હોય તો એવું રહેવું જોઈએ. કારણ કે, હું આ કામ કરવા ઈચ્છું છું અને મને જે પણ મળશે તે હું લઈશ પરંતુ હું આ કામ કરીશ.
5/6
વાયરલ થયેલા ફોટોમાં ઈબ્રાહિમ અને પલક એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી રહ્યાં હતાં અને આ દરમિયાન તેમને કેમેરામાં કૈદ કરી લેવામાં આવ્યાં હતાં.
6/6
આ ઘટના બાદ તરત જ યુટ્યુબર સિદ્ધાર્થ કન્નન સાથે ઈન્ટરવ્યુમાં પલકે કહ્યું કે તે અને ઈબ્રાહિમ ફક્ત સારા દોસ્ત છે. આ જ કારણ છે કે તેણીએ આના પર વધારે ધ્યાન નથી આપ્યું.