બેટરીની વાત કરીએ તો - Nova 8માં 3,800mAh અને Nova 8 Proમાં 4,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 66 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. આ ફોન Black, Green, Purple અને Gradient White કલર ઓપ્શન્સમાં અવેલેબલ છે.
2/8
સ્પેશિફિકેશન્સ- Huawei Nova 8માં 6.57 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1080x2340 પિક્સલ છે. વળી, Nova 8 Proમાં કંપનીએ 6.72 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 1236x2676 પિક્સલ છે. બન્ને ફોનની ડિસ્પ્લે કર્વ એજની સાથે આપવામાં આવી છે. આમાં 2.58GHz Kirin 985 પ્રૉસેસર છે, અને ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
3/8
જ્યારે Huawei Nova 8 Proના 8GB RAM + 128GB સ્ટૉરેજ વેરિએન્ટીની કિંમત 3,999 યુઆન એટલે કે 45,100 રૂપિયા અને 8GB RAM + 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 4,399 યુઆન એટલે કે 49,600 રૂપિયા રાખવામાં આવી છે. આ બન્ને ફોન ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. આગામી વર્ષની શરૂઆતમાં આ ફોન ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
4/8
5/8
Huawei Nova 8 અને Huawei Nova 8 Proમાં 64 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર વાળુ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે. જેમાં સેકન્ડરી કેમેરા 8 મેગાપિક્સલનો છે, જે અલ્ટ્રાવાઇડ લેન્સ છે. આ ઉપરાંત ફોનમાં 2-2 મેગાપિક્સલના મેક્રો લેન્સ અને ડેપ્થ સેન્સર પણ આપવામાં આવ્યા છે.
6/8
કિંમતની વાત કરીએ તો- Huawei Nova 8ના 8GB RAM + 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 3,299 યુઆન એટલે કે 37,200 રૂપિયા છે. આના 8GB RAM+ 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 3,699 યુઆન એટલે કે 41,700 રૂપિયા રાખવામાં આવી છે.
7/8
Nova 8માં 32 મેગાપિક્સલનો સિંગલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જ્યારે Nova 8 Proમાં ડ્યૂલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં પ્રાઇમરી સેન્સર 32 મેગાપિક્સલનુ અને સેકન્ડરી સેન્સર 16 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ છે.
8/8
નવી દિલ્હીઃ ચીની કંપની હ્યૂવાવેએ પોતાના બે 5G સ્માર્ટફોન Huawei Nova 8 અને Huawei Nova 8 Proને લૉન્ચ કરી દીધા છે. આને લેટેસ્ટ ફિચર્સની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે. ફોનમાં Kirin 985 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, જે આના પરફોર્મન્સને બેસ્ટ બનાવે છે. ફોનના કેમેરાનુ રિઝલ્ટ પણ બેસ્ટ છે.