Benefits Of Plums: મોનસૂનમાં આવતું ફળ પ્લસ અનેક ગુણોથી ભરપૂર છે. આ ફળને જુદા જુદા વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખાય છે. જલદાળુ, રાસબેરી અને અંગ્રેજીમાં તેને પ્લમ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દીમાં આ ફળને આલુબુખારા કહે છે. તેમાં જરૂરી પોષક તત્ત્વો જેમ કે મિનરલ્સ અને વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
2/6
પ્લમમાં વિટામિન-K અને B6 ભરપૂર માત્રામાં છે. આ વિટામિન તમારી આંખો અને ત્વચા માટે સારા માનવામાં આવે છે. પ્લમને ખાવાથી આંખોની રોશની વધારી શકાય છે.
3/6
સ્થૂળતા એ આજના સમયની ગંભીર સમસ્યા છે. પ્લમાં ખૂબ જ ઓછી માત્રામાં કેલરી જોવા મળે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે મોનસૂનમાં આવતાં આ રસદાર ફળનું મનભરીને સેવન કરી શકો છો.
4/6
પ્લમ જ નહીં, તેની છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. છાલ સાથે સેવન કરવાથી સ્તન કેન્સરથી બચી શકાય છે. એટલું જ નહીં, તે કેન્સર અને ગાંઠના કોષોના વિકાસને રોકવામાં પણ મદદ કરી શકે છે.
5/6
પ્લમુનું સેવન પાચનતંત્રને સુધારવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે પ્લમમાં આઇસેટિન અને સોર્બિટોલ હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. આ સાથે પ્લમના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
6/6
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પ્લમનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે, પ્લમમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.