શોધખોળ કરો
ગરમીમાં અચૂક કરો કાકડીનું સેવન, ત્વચાની સુંદરતા વધારવાની સાથે આ બીમારીમાં છે કારગર
ઉનાળામાં બજારમાં કાકડી મળવા લાગે છે, ગરમીમાં કાકડી ખાવાના અનેક ફાયદા છે.
![ઉનાળામાં બજારમાં કાકડી મળવા લાગે છે, ગરમીમાં કાકડી ખાવાના અનેક ફાયદા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/d69f2a0822cd1e66c00412b51565325c167850364959781_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાકડીના સેવનના ફાયદા
1/8
![ઉનાળામાં બજારમાં કાકડી મળવા લાગે છે, ગરમીમાં કાકડી ખાવાના અનેક ફાયદા છે. તેમાં વિટામિન A, C, K, પોટેશિયમ, લ્યુટીન, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. કાકડી ખાવાથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે, તો ચાલો જાણીએ કાકડી ખાવાના શું ફાયદા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/30e62fddc14c05988b44e7c02788e1873664d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉનાળામાં બજારમાં કાકડી મળવા લાગે છે, ગરમીમાં કાકડી ખાવાના અનેક ફાયદા છે. તેમાં વિટામિન A, C, K, પોટેશિયમ, લ્યુટીન, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. કાકડી ખાવાથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે, તો ચાલો જાણીએ કાકડી ખાવાના શું ફાયદા છે.
2/8
![હાડકાં મજબૂત- કાકડી ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં વિટામિન-કે ખૂબ જ માત્રામાં જોવા મળે છે. તેનાથી હાડકાંની ડેંસિટી વધે છે અને હાડકાં મજબૂત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/156005c5baf40ff51a327f1c34f2975b74fd2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાડકાં મજબૂત- કાકડી ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં વિટામિન-કે ખૂબ જ માત્રામાં જોવા મળે છે. તેનાથી હાડકાંની ડેંસિટી વધે છે અને હાડકાં મજબૂત થાય છે.
3/8
![ત્વચા સારી રહે છે - કાકડી ત્વચા અને વાળ માટે અમૃત સમાન છે. જો કાકડી નિયમિત રીતે ખાવામાં આવે તો વાળનો વિકાસ સારો થાય છે. આ ઉપરાંત ત્વચા પણ ગ્લોઈંગ થાય છે. કાકડીનો રસ પીવાથી ડાઘ દૂર થવા લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/799bad5a3b514f096e69bbc4a7896cd9f4ffa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ત્વચા સારી રહે છે - કાકડી ત્વચા અને વાળ માટે અમૃત સમાન છે. જો કાકડી નિયમિત રીતે ખાવામાં આવે તો વાળનો વિકાસ સારો થાય છે. આ ઉપરાંત ત્વચા પણ ગ્લોઈંગ થાય છે. કાકડીનો રસ પીવાથી ડાઘ દૂર થવા લાગે છે.
4/8
![કિડનીની સમસ્યા દૂર થાય છે- આપણે બધા જાણીએ છીએ કે કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. પોટેશિયમ સાથે, તે શરીરમાંથી યુરિક એસિડ અને કિડનીની અશુદ્ધિઓને દૂર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/fe5df232cafa4c4e0f1a0294418e56602201d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિડનીની સમસ્યા દૂર થાય છે- આપણે બધા જાણીએ છીએ કે કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. પોટેશિયમ સાથે, તે શરીરમાંથી યુરિક એસિડ અને કિડનીની અશુદ્ધિઓને દૂર કરે છે.
5/8
![કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે- કાકડી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ જાળવી શકાય છે. તેમાં એક તત્વ હોય છે, જેને આપણે સ્ટીરોલ કહીએ છીએ. તે શરીરમાં યોગ્ય કોલેસ્ટ્રોલ લેવલ જાળવી રાખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/8cda81fc7ad906927144235dda5fdf158d137.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે- કાકડી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ જાળવી શકાય છે. તેમાં એક તત્વ હોય છે, જેને આપણે સ્ટીરોલ કહીએ છીએ. તે શરીરમાં યોગ્ય કોલેસ્ટ્રોલ લેવલ જાળવી રાખે છે.
6/8
![બ્લડપ્રેશર સારું રહે છે- કાકડી ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/18e2999891374a475d0687ca9f989d838fa65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લડપ્રેશર સારું રહે છે- કાકડી ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.
7/8
![કબજિયાતથી મળે છે છુટકારોઃ- કાકડીના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. તેની સાથે જ તે ગેસ અને અપચો દૂર કરવામાં પણ મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/d0096ec6c83575373e3a21d129ff8fef0a296.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કબજિયાતથી મળે છે છુટકારોઃ- કાકડીના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. તેની સાથે જ તે ગેસ અને અપચો દૂર કરવામાં પણ મદદ કરે છે.
8/8
![વજન ઘટાડવું- કાકડી ખાવાથી વજન ઘટાડી શકાય છે. કારણ કે કાકડીમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. આ સિવાય તેમાં કોઈ વજન વધારનાર તત્વ નથી. તે ફાઈબરમાં પણ ખૂબ રિચ છે. જેના કારણે તેને ખાધા પછી પેટ ભરેલું રહે છે અને કંઈપણ ખાવાનું મન થતું નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/11/032b2cc936860b03048302d991c3498fe0451.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વજન ઘટાડવું- કાકડી ખાવાથી વજન ઘટાડી શકાય છે. કારણ કે કાકડીમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. આ સિવાય તેમાં કોઈ વજન વધારનાર તત્વ નથી. તે ફાઈબરમાં પણ ખૂબ રિચ છે. જેના કારણે તેને ખાધા પછી પેટ ભરેલું રહે છે અને કંઈપણ ખાવાનું મન થતું નથી.
Published at : 11 Mar 2023 08:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)