શોધખોળ કરો
Health: બ્રેડ ખાવાના શોખિન છો તો આ સમય અને વિકલ્પ કરો પસંદ, સ્વાસ્થ્યને નહિ થાય નુકસાન
બ્રેડ એ ઘણા લોકો માટે નાસ્તાનો આવશ્યક ભાગ છે. કેટલાક લોકો તેને માખણ અથવા જામ લગાવીને ખાય છે જ્યારે કેટલાક લોકો ચા સાથે બ્રેડ ખાવાનું પસંદ કરે છે.
પ્રતીકાત્મક તસવીર
1/8

બ્રેડ એ ઘણા લોકો માટે નાસ્તાનો આવશ્યક ભાગ છે. કેટલાક લોકો તેને માખણ અથવા જામ લગાવીને ખાય છે જ્યારે કેટલાક લોકો ચા સાથે બ્રેડ ખાવાનું પસંદ કરે છે.
2/8

બ્રેડનો ઉપયોગ લોકો પોતાની સગવડ અને ઈચ્છા પ્રમાણે ખાવા માટે કરે છે. જો કે કેટલાક લોકો એવા હોય છે જે રાત્રે પણ રોટલીના બદલે બ્રેડ ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ આ જ ભૂલ કરો છો તો હવે સાવધાન થઈ જાવ.
3/8

તમારે રાત્રે બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે તમારા બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. તમને અપચોની સમસ્યા થઈ શકે છે.
4/8

રાત્રે બ્રેડના સેવનથી એસિડિટી સાથે પાચન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. આટલું જ નહીં ઊંઘમાં અડચણ આવવાની શક્યતાઓ પણ વધી શકે છે.
5/8

રાત્રે રોટલી ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે. વજન ઝડપથી વધી શકે છે. કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આ સિવાય જો તમને લીવર, આંતરડા કે પેટ સંબંધિત સમસ્યા છે તો બ્રેડ તમારી સમસ્યાને વધુ વધારી શકે છે.
6/8

બ્રેડ ખાતા પહેલા, તમારે તેને ખાવાના યોગ્ય સમય વિશે જાણવું જોઈએ. બ્રેડ ખાવાનો યોગ્ય સમય બપોરનો છે. બપોરે બેડ ખાવાથી તમને એનર્જી મળશે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રહેશે. બપોરના સમયે બ્રેડ સરળતાથી પચી જાય છે અને એસિડિટીની સમસ્યા પણ થતી નથી.
7/8

બ્રેડ ખાવાના યોગ્ય સમયની સાથે સાથે તમારે એ પણ જાણવું જોઈએ કે કઈ પ્રકારની બ્રેડનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત નહીં થાય.
8/8

મેંદાથી બનેલી વ્હાઇટ બ્રેડ ખાવાથી બચવું જોઇએ. આપ તેના બદવે આખા અનાજમાંથી બનેલી બ્રેડ ખાઈ શકો છો. બ્રાઉન બ્રેડ પણ સારો ઓપ્શન છે. જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી નથી.
Published at : 22 Jul 2023 06:55 AM (IST)
આગળ જુઓ





















