Eye Beauty Tips : Puffiness on your eyes:આંખોમાં સોજો આવવાના ઘણા કારણો છે, જેમાં યોગ્ય રીતે ઊંઘ ન આવવી, થાક લાગવો, આંખોની રચના, વારસાગત સમસ્યાનો સમાવેશ થાય છે.
2/6
દરેક વ્યક્તિ સવારે ઉઠ્યાં બાદ તેનો ચહેરો તરોતાજા ઇચ્છે છે પરંતુ વ્યસ્ત જીવનશૈલી અને અપૂરતી ઊંઘ સહિતના કેટલાક કારણો એવા છે જેના કારણે આંખો સોજી જાય છે. તો ઉપાય સમજીએ.
3/6
આ માટે 5 ચમચી રેફ્રિજરેટરમાં રાખો. પછી લગભગ એક મિનિટ પછી એક ચમચી કાઢીને તેને તમારી આંખો પર મૂકો. 20-30 સેકન્ડ માટે આ રીતે રાખો પછી એ જ રીતે બીજી ચમચી કાઢીને તેને પણ આ જ રીતે રાખો, આ રીતે પાંચ ચમચીને આંખ પણ લગાવો આ ઠંડકથી તમારી આંખોનો સોજો દૂર થઈ જશે અને તે આપના ચહેરાને ફ્રેશ લુક પણ મળશે
4/6
ગ્રીન ટી અને બ્લેક ટી બેગનો ઉપયોગ કર્યા પછી તેને ફ્રીજમાં રાખો. આંખોના સોજાને દૂર કરવા માટે, આ ટી-બેગ્સને તમારી આંખો પર 5-10 મિનિટ સુધી રાખીને સૂઈ જાઓ. તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે. આ ઉપાયનો નિયમિત ઉપયોગ કરવાથી આંખોના ડાર્ક સર્કલ પણ દૂર થઈ શકે છે.
5/6
આઈસ ક્યુબ્સ આંખોના સોજાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. આ માટે, આઇસ ક્યુબને કોટન નેપકિનમાં લપેટીને તમારી આંખોની આસપાસની જગ્યા પર મસાજ કરો. આના ઉપયોગથી તમારી આંખોના સોજાને દૂર કરી શકાય છે
6/6
આ માટે કોટનથી બનેલા આઈ પેડને ગુલાબજળમાં પલાળીને 10 મિનિટ માટે ફ્રીજમાં રાખો. તે પછી, તેને તમારી આંખો પર મૂકીને થોડીવાર માટે સૂઈ જાઓ. લગભગ 5 થી 7 મિનિટ આ રીતે રહો. તેનાથી તમને ઘણી રાહત મળશે. જો તમે ઈચ્છો તો કોટન પેડને બદલે બટાકા અથવા કાકડી ખમણીને પણ આંક પર રાખી શકો છો. તેનાથી આંખોના સોજામાં રાહત મળે છે