શોધખોળ કરો
Ahmedabad Weather: અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ અંડરપાસ બંધ કરાયો, અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા
Ahmedabad Rain Impact: આજે સવારથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.
Ahmedabad city rains: નરોડા વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી છે. નરોડા ગેલેક્સી સિનેમા રોડ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
1/6

શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી છે. સોલા, સાયન્સ સિટી, ગોતા, શાહીબાગ, ઘાટલોડિયા અને રાણીપ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. સરદાર પટેલ સ્ટેડિયમ ચાર રસ્તા પર પણ વરસાદ નોંધાયો છે.
2/6

પૂર્વ અમદાવાદમાં બાપુનગર, નારોલ, ઓઢવ, વસ્ત્રાલ અને નિકોલ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. શહેરના મધ્ય વિસ્તારોમાં રાયપુર, ગીતા મંદિર, આસ્ટોડિયા, જમાલપુર, પાલડી અને જીવરાજ પાર્ક વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે.
Published at : 25 Jul 2024 05:28 PM (IST)
આગળ જુઓ





















