શોધખોળ કરો
PM Modi Birthday: અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની કરાઈ અનોખી ઉજવણી, જુઓ તસવીરો
Happy Birthday PM Modi: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ અવસર પર દેશ-વિદેશમાંથી લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. અમદાવાદમાં પીએમ મોદીના બર્થ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

રંગોળી કરીને પીએમ મોદીના બર્થ ડેની ઉજવણી કરાઈ
1/11

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 72 મો જન્મદિવસ છે.અમદાવાદના રિવરફ્રન્ટ પર જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
2/11

એક રંગોળી કલાકારે પ્રધાનમંત્રીનું પોટ્રેટ બનાવ્યું હતું. રિવરફ્રન્ટ તેણે આ કળા દર્શાવી હતી.
3/11

દરેક લોકો અલગ અલગ રીતે પ્રધાનમંત્રી ને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર પણ રંગબેરંગી રંગો નો ઉપયોગ કરીને કલાત્મક રંગોળી તૈયાર કરવામાં આવી
4/11

PM મોદીના જન્મદિવસની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.
5/11

17 સપ્ટેમ્બરે બ્લડ ડોનેશનનો વિશ્વ રેકોર્ડ બનાવશે. દુબઇના પેઇન્ટરે તૈયાર કરેલા પોસ્ટરનું લોન્ચિંગ કરાશે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા ખાતે પેન્ટિંગ પ્રદર્શન કરાશે.
6/11

20 સપ્ટેમ્બરે 182 બેઠકો પર કિસાન પંચાયત કરવામાં આવશે. 21 સપ્ટે.ના રોજ 750 જગ્યાએ યુવતીઓના હિમોગ્લોબિનના ટેસ્ટ કરાશે.
7/11

પ્રધાનમંત્રી મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના એક નાનકડા શહેર વડનગરમાં થયો હતો. મોદી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો હતો.
8/11

નરેન્દ્ર મોદીએ 1972માં RSS સાથે જોડાઇને પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી હતી. 1987માં મોદી BJP સાથે જોડાયા અને 1995માં પાર્ટીના અધ્યક્ષ બન્યા.
9/11

રંગોળીથી બુલેટ ટ્રેન પણ બનાવવામાં આવી હતી.
10/11

રંગોળી કરતાં કલાકારો
11/11

રંગોળી કરતાં કલાકારો
Published at : 17 Sep 2022 02:34 PM (IST)
આગળ જુઓ
Advertisement