શોધખોળ કરો
ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ તૂટી પડ્યો: અંધારપટ વાતાવરણ અને પવન સાથે હળવા વરસાદથી જનજીવન પ્રભાવિત, વિઝિબિલિટી ઘટી
Gujarat weather update: જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન, મહુવા, તળાજા સહિતના દરિયાઈ કોસ્ટલ અને ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયતી અને ઉનાળુ પાકને વ્યાપક નુકસાન
Bhavnagar unseasonal rain: ગુજરાતમાં ઉનાળાની ઋતુ વચ્ચે કમોસમી વરસાદનું વિઘ્ન યથાવત રહ્યું છે. એક દિવસના વિરામ બાદ આજે ફરી એકવાર ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ શરૂ થયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
1/5

આજે એક દિવસના વિરામ બાદ ભાવનગર શહેરનું વાતાવરણ ફરીથી બદલાયું છે. સવારથી જ અંધારપટ વાતાવરણ છવાયું હતું અને બપોર બાદ શહેરમાં પવન સાથે હળવો કમોસમી વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થવાને કારણે શહેરની વિઝિબિલિટી (દ્રશ્યતા) પણ ડાઉન થઈ છે.
2/5

આ કમોસમી વરસાદના કારણે ભાવનગર જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને દરિયાઈ કોસ્ટલ વિસ્તારના તાલુકાઓ જેમકે મહુવા અને તળાજા તેમજ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયતી પાક અને ઉનાળુ પાકને વધારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો છે.
Published at : 09 May 2025 04:59 PM (IST)
આગળ જુઓ





















