શોધખોળ કરો
શું તમે પણ ઈન્કમ ટેક્સ ભરતી વખતે આ ભૂલ કરી છે? સરકારે સુધારો કરવાની આપી તક; જાણો અપડેટ
Income Tax Return: સીબીડીટીએ જણાવ્યું કે આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, કરદાતાઓને એસએમએસ અને ઈ-મેલ દ્વારા વિસંગતતા વિશે જાણ કરવામાં આવી રહી છે.

સરકારી આવકવેરા રીટર્નમાં ભૂલ સુધારવાની તક આપી
1/5

Income Tax Return: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (આઈટી ડિપાર્ટમેન્ટ) એ સોમવારે જણાવ્યું હતું કે તેને કેટલાક કરદાતાઓ દ્વારા ફાઈલ કરવામાં આવેલા ઈન્કમ ટેક્સ રિટર્ન, ડિવિડન્ડ વિશેની માહિતી અને થર્ડ પાર્ટી પાસેથી મળેલી વ્યાજની આવકમાં ભૂલો જોવા મળી છે.
2/5

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે કરદાતાઓ તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે ઈ-ફાઈલિંગ વેબસાઇટ https://eportal.incometax.gov.in પોર્ટલ પર વ્યવસ્થા કરવામાં આવી છે.
3/5

આવકવેરા વિભાગે વ્યાજ અને ડિવિડન્ડની આવક પર થર્ડ પાસેથી મળેલી માહિતી અને કરદાતાઓ દ્વારા ફાઇલ કરાયેલ ITR વચ્ચે કેટલીક વિસંગતતાઓ ઓળખી કાઢી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઘણા કિસ્સાઓમાં કરદાતાઓએ તેમનો ITR પણ ફાઈલ કર્યો નથી. હાલમાં, ઈ-ફાઈલિંગ કમ્પ્લાયન્સ પોર્ટલ પર 2021-22 અને 2022-23 સંબંધિત માહિતીમાં ભૂલો જોવા મળી છે.
4/5

ઈ-ફાઈલિંગ વેબસાઈટ ‘https://eportal.incometax.gov.in’ ના અનુપાલન પોર્ટલની સ્ક્રીન પર કરદાતાઓને વિસંગતતાઓના સુધારણા માટે તેમનો પ્રતિસાદ આપવા સક્ષમ બનાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે. સીબીડીટીએ કહ્યું, 'વિભાગ પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, કરદાતાઓને એસએમએસ અને ઈ-મેલ દ્વારા વિસંગતતા વિશે પણ જાણ કરવામાં આવી રહી છે.'
5/5

તેમાં કહેવામાં આવ્યું છે કે જે કરદાતાઓ વિસંગતતાને સ્પષ્ટ કરવામાં અસમર્થ છે તેઓ આવકની અન્ડર-રિપોર્ટિંગના કેસને સુધારવા માટે અપડેટેડ આવકવેરા રિટર્ન સબમિટ કરવાના વિકલ્પ પર વિચાર કરી શકે છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે ઓળખાયેલ વિસંગતતાઓની વિગતો પોર્ટલ પર 'ઈ-વેરિફિકેશન' ટેબ હેઠળ ઉપલબ્ધ થશે.
Published at : 27 Feb 2024 06:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
