શોધખોળ કરો
લોકડાઉનમાં વર્કફ્રોમને લઇને પ્રોફેશનલ્સનો શું છે અનુભવ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/06154005/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![અમદાવાદઃ હાલમાં દેશમાં લોકડાઉનના કારણે તમામ લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. જે લોકો ઘરથી કામ કરી રહ્યા છે તેમની સામે અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. તે સિવાય ઘણા લોકો વર્ક ફ્રોમનો આનંદ પણ લઇ રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/06154005/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ હાલમાં દેશમાં લોકડાઉનના કારણે તમામ લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. જે લોકો ઘરથી કામ કરી રહ્યા છે તેમની સામે અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. તે સિવાય ઘણા લોકો વર્ક ફ્રોમનો આનંદ પણ લઇ રહ્યા છે.
2/5
![બિલાઈન બ્રોકિંગના ડિરેક્ટર વનેશ પંચાલે જણાવ્યું હતું કે અચાનક આવી પડેલા લોકડાઉનમાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/06153112/Capture.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિલાઈન બ્રોકિંગના ડિરેક્ટર વનેશ પંચાલે જણાવ્યું હતું કે અચાનક આવી પડેલા લોકડાઉનમાં "વર્ક ફ્રોમ હોમ" કોન્સેપટ એક સ્ટોક બ્રોકિંગ કંપની તરીકે અમારા માટે પડકાર હતો, છતા ખુબજ થોડા સમયમાં બિલાઈન બ્રોકિંગ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરી "વર્ક ફ્રોમ હોમ" કલ્ચર અપનાવી અમે સ્ટોક બ્રોકિંગ સેવાઓ અમારા ગ્રાહકો માટે ચાલુ રાખી, સાથે સાથે નિયમન કારી સંસ્થાઓના ધારા ધોરણોનું પાલન કરી ખૂબજ સંતોષકારક સેવાઓ પૂરી પાડી રહ્યા છે, પે-ઈન અને પે-આઉટ ની પ્રોસેસ સાથે-સાથે સોદા કન્ફર્મેશન, અને રિસર્ચ ટ્રેડિંગ સલાહો અમે સબબ્રોકર થી લઈને દરરોજના ગ્રાહકો સુધી પોહચાડવા અને વન ટુ વન કોન્ટેક માટે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો પૂરતો ઉપયોગ કરી રહ્યા છે.લોકડાઉન દરમ્યાન સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો.
3/5
![શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું હતુ કે, અચાનક આવી પડેલી કોરોના મહામારીના કારણે રાજ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સમય પહેલાજ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી, આ સમય](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/06152706/Dr.-Neha-Sharma-Director-Shanti-Business-SchoolSBS.....jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું હતુ કે, અચાનક આવી પડેલી કોરોના મહામારીના કારણે રાજ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સમય પહેલાજ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી, આ સમય "શાંતિ બિઝનેસ સ્કૂલ" માટે ચાલુ શૈક્ષણીક વર્ષના અભ્યાસક્રમનો આખરી સમય હોવાને કારણે "સમયસર કોર્ષ પૂરો કરવા ઉપરાંત એસેસમેન્ટ, સમર ઇન્ટર્નશિપ, પ્લેસમેન્ટ, નવા શૈક્ષણિક વર્ષ માટેના એડમીશન વગેરે મહત્વપૂર્ણ કાર્ય સમયસર અને સારી રીતે પૂર્ણ કરવા માટે તુરંત આયોજન કરવામાં આવ્યું, "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના દરેક કર્મચારીને તેના કૌશલ્ય પ્રમાણે કામ સોંપવામાં આવ્યું છે, આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી "દરેક કર્મચારી લોકડાઉનની ગાઈડલાઈન પ્રમાણે "વર્ક ફ્રોમ હોમ" નિયમનું પાલન કરી પોતાના ઘરેથી સારી રીતે કામ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓના બાકી રહેલ કોર્ષ ઓન લાઈન ટેક્નોલોજીની મદદથી પૂરા કરવામાં આવી રહ્યા છે તેમજ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ પુરુ પાડવામાં આવી રહ્યું છે. "ઉપરાંત માનવતાના ધોરણે કેમ્પસમાંજ રહી કામ કરતા સફાઈ કર્મી, ચોકીદાર, માળી, કેન્ટીન સ્ટાફ વગેરેને રહેવા ,જમવા અને સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે." આ સમયે આપણે બધા લોકડાઉનના નિયમોનું કડક પાલન કરી ઘરમાં રહીને કામ કરીશું તો જરૂર સુરક્ષિત રહીશું.
4/5
![આ અંગે સીટા સોલ્યુશન્સના ફાઉન્ડર એન્ડ ચેરમેન કિરણ સુતરીયાએ જણાવ્યું હતુ કે,](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/06152657/Kiran-Sutariya-Founder-Chairman-Citta-Solutuions.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગે સીટા સોલ્યુશન્સના ફાઉન્ડર એન્ડ ચેરમેન કિરણ સુતરીયાએ જણાવ્યું હતુ કે," સીટા સોલ્યુશન્સ માટે લોકડાઉન સામાન્ય દિવસો જેવું જ છે, કારણકે અમે અગાઉથીજ "વર્ક ફ્રોમ હોમ" માટેનું પૂરતુ આયોજન અને તેને લગતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું હતુ, આથી અમે લોકડાઉનના પહેલાજ દિવસથી અમારા કલાઈન્ટ્સને કોઈપણ વિક્ષેપ વગર સમયસર સેવા પુરી પાડીયે છે, જોકે આ પ્રકારની પરિસ્થિતિનો અનુભવ અમને પહેલા ક્યારેય નથી થયો છતાં અમારા કુશળ અને અનુભવી ટેકનિકલ અને અન્ય સ્ટાફ દ્વારા અસરકારક અને સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. સૌથી સારી બાબત એ છે કે અમારા ગ્રાહકોને સમયસર સેવા મળતી હોવાને કારણે તેમના કાર્યમાં કોઈ મુશ્કેલી પડતી નથી. સાથે સાથે એ પણ ચોક્કસ કહીશુ કે આ સમયે કામ પૂર્ણ કર્યા બાદ અમે પરિવાર સાથે સારી રીતે સમય પસાર કરીએ છીએ, આ સમય દરમ્યાન અમારા ઘણા કર્મચારીઓને તેમનામાં રહેલી સિંગીંગ, કુકીંગ, પેઇન્ટિંગ જેવી કળાઓ બહાર લાવવાની તક મળી છે. સીટા પરિવાર માટે"વર્ક ફ્રોમ હોમ" એક સારો અનુભવ છે.છેલ્લે હું એટલુંજ કહીશ કે "અચાનક આવતી પરસ્થિતિને પહોંચી વળવા આયોજન કરો, અનુસાશિત બનો, ઘરમાં રહો સુરક્ષિત રહો."
5/5
![બિઝનેસ અને પરફોર્મન્સ કોચ કર્નલ રાહુલ શર્માએ જણાવ્યું હતું કે ભારતીય સેનાના ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારી કર્નલ રાહુલ શર્મા હાલમાં બિઝનેસ અને પરફોર્મન્સ કોચ તરીકે અમદાવાદમાં કાર્યરત છે, લોકડાઉન દરમ્યાન તેઓ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/06152645/Col_Rahul_Sharma.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિઝનેસ અને પરફોર્મન્સ કોચ કર્નલ રાહુલ શર્માએ જણાવ્યું હતું કે ભારતીય સેનાના ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારી કર્નલ રાહુલ શર્મા હાલમાં બિઝનેસ અને પરફોર્મન્સ કોચ તરીકે અમદાવાદમાં કાર્યરત છે, લોકડાઉન દરમ્યાન તેઓ "વર્ક ફ્રોમ હોમ"ના નિયમનું પાલન કરી કામ કરે છે, કર્નલ શર્મા જણાવે છે 'બિઝનેસ અને પરફોર્મન્સ કોચ' તરીકે મારે નાના મોટા ઉદ્યોગોના માલિકો, ઉચ્ચ અધિકારીઓ અને પ્રોફેશનલ્સને તેમના બિઝનેસ અને વ્યવસાયને સારી રીતે ચલાવવા અને આગળ વધારવા માટેના સલાહ સૂચનો આપવાના હોય છે અને સમયાંતરે તેમના બિઝનેસની વૃદ્ધિ અને ફેલાવાને લગતી યોજનાઓ માટે પણ માર્ગદર્શન આપવાનું હોય છે, લોકડાઉન દરમ્યાન અમે અમારા ક્લાઈન્ટસને વિવિધ ટેક્નોલોજી અને વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા સલાહ સૂચનો અને માર્ગદર્શન આપીયે છે, આધુનિક ટેક્નોલોજીની મદદથી આ સમયે ઘરેથી કામ કરવુ બહુજ સરળ છે. સેલ્ફ ડિસિપ્લિન અને ટાઈમ મેનેજમેન્ટ ખુબજ જરૂરી છે, તન અને મન ને તંદુરસ્ત રાખવા માટે રોજ 40 મિનિટ કસરત, યોગ, અને પ્રાણાયામ નિયમિત રીતે કરુ છું. પરિવાર સાથે પણ સારો સમય પસાર કરું છું. 25 વર્ષ સુધી ભારતીય સેનામાં સેવા આપ્યા બાદ આજે પણ કોઈ મુશ્કેલ પરિસ્થિતિ અને પડકારોનો સામનો કરવા હંમેશા તૈયાર રહું છું.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)