શોધખોળ કરો
Gandhinagar: HTAT મુખ્ય શિક્ષકોના આજથી આમરણાંત ઉપવાસ, જાણો શું છે તેમની માંગણીઓ?
રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આંદોલનનો માર્ગ ન અપનાવવા કરેલી અપીલને એચટાટ મુખ્ય શિક્ષકોએ ફગાવી દીધી છે. બદલીના નવા નિયમો જાહેર કરવાની માંગ સાથે મુખ્ય શિક્ષકો આજે ગાંધીનગરમાં ભૂખ હડતાળ પર ઉતરશે.

ફોટોઃ abp asmita
1/6

રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આંદોલનનો માર્ગ ન અપનાવવા કરેલી અપીલને એચટાટ મુખ્ય શિક્ષકોએ ફગાવી દીધી છે. બદલીના નવા નિયમો જાહેર કરવાની માંગ સાથે મુખ્ય શિક્ષકો આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભૂખ હડતાળ પર ઉતરશે.
2/6

મળતી જાણકારી અનુસાર, બદલી અને સેવાકીય નિયમો જાહેર ના થતા એચટાટના મુખ્ય શિક્ષકોએ આજથી ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ મુખ્ય શિક્ષકો પહોંચ્યા હતા. શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા 12 વર્ષથી શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારમાં રજૂઆત છતા નિયમો જાહેર કરાયા નથી.
3/6

શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે અગાઉ 15 જુલાઈ સુધીમાં નિયમો જાહેર કરવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી નિયમો જાહેર ન થતા શિક્ષકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અન્ય કેટલીક માંગણીઓ પણ મુખ્ય શિક્ષકો તરફથી કરવામાં આવી છે
4/6

એચટાટ શિક્ષકોએ માંગ કરી છે કે બાલવાટિકાથી ધો. 8 સુધીમાં 150 બાળકો હોય ત્યાં મુખ્ય શિક્ષક આપવામાં આવે, બદલી માટે ઉતરતા ક્રમમાં શાળા બતાવવાના બદલે 150ના મહેકમવાળી તમામ શાળા બતાવવા માંગ કરાઇ છે. એચટાટ મુખ્ય શિક્ષકની બદલી થતા છૂટ્ટા થતી વખતે શાળાનો ચાર્જ શાળાના સિનિયર શિક્ષકને આપવા માંગ કરાઇ હતી.
5/6

ગુજરાત શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલે કહ્યું હતું કે કેડરના કોઈ નિયમો જાહેર થયા નથી. પાંચથી છ વખત બેઠકો થઈ પણ પરિણામ શૂન્ય આવ્યું છે. અમે શિક્ષકોની સાથે છીએ.
6/6

નોંધનીય છે કે ગઇકાલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ઉપવાસ આંદોલન ન કરવાની અપીલ કરી હતી. મુખ્ય શિક્ષકની બદલીના નિયમો તૈયાર હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. આગામી દિવસોમાં નિયમો જાહેર કરવાની શિક્ષણમંત્રીએ ખાતરી આપી હતી.
Published at : 16 Jul 2024 11:00 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
