શોધખોળ કરો
Rain: રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજાનો કહેર, ટ્રક-કાર તણાઇ, સોસાયટીઓ પાણીમાં ગરકાવ
રાજ્યમાં મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી છે. રાજકોટ, જામનગર, વડોદરા જિલ્લાઓમાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો હતો. કેટલાક સ્થળોમાં સોસાયટીઓમાં પાણી ભરાયા હતા તો કેટલાક સ્થળોએ કાર અને ટ્રક તણાઇ હતી.

જામનગરમાં ભારે વરસાદ વરસ્યો હતો
1/8

રાજ્યમાં મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી છે. રાજકોટ, જામનગર, વડોદરા જિલ્લાઓમાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો હતો. કેટલાક સ્થળોમાં સોસાયટીઓમાં પાણી ભરાયા હતા તો કેટલાક સ્થળોએ કાર અને ટ્રક તણાઇ હતી.
2/8

ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં 250 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગર 15 ઇંચ અને જામજોધપુરમાં 13 ઇંચથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.
3/8

દ્વારકાના ખંભાળિયામાં 18 ઇંચ વરસાદના કારણે YKGN સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. ફાયરની ટીમે 25 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ૨૫ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા.
4/8

જામનગર તાલુકામાં આર્મીની એક ટુકડી પહોંચી હતી. વાડી વિસ્તારમાં અંદાજિત 25 લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. આર્મીએ તમામ લોકોને બચાવ્યા હતા. 25 લોકોમાં મોટા ભાગા બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
5/8

દ્વારકાના આવડપારા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ફાયરના જવાનોએ છ લોકોનું રેસ્ક્યૂ હતું. ગળાડૂબ પાણીમાં છ લોકો ફસાયા હતા. તમામ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. વરસાદના પગલે ખંભાળિયા દ્વારકા વચ્ચેનો સ્ટેટ તેમજ નેશનલ હાઇવે બંધ કરાયો હતો. ભારે વરસાદને પગલે ખંભાળિયા એસટી ડેપો પર ચાલતી તમામ બસોના રૂટ બંધ કરાયા હતા. તો અનેક ટ્રેન રદ અથવા મોડી થતાં રેલવે સ્ટેશન પર પણ અનેક યાત્રિકો ફસાયા હતા. મુસાફરોના જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
6/8

લાલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ચાર થાંભલા વિસ્તાર.ગાયત્રી સોસાયટી શાક માર્કેટ ચોક જામનગર રોડ સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
7/8

જામનગરમા ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થયું હતું. ઘાંચીની ખડકી વિસ્તારમાં એક ટ્રક પાણીમાં તણાઇ રહ્યાનો વીડિયો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે.
8/8

રાજકોટના મોટી ખીલોરી ગામે ઇકો કાર કોઝવેમાં તણાવવાની ઘટના બની હતી. બાબરા તાલુકાના રાયપર ગામના જયેશભાઈ રાદડિયા,સોનલબેન તેમજ ધર્મેશ રાદડિયા વાસાવડ રોડ પર તણાયા હતા. પાણીના પ્રવાહમાં ઇકો કાર તણાઈ હતી. ફાયર વિભાગ દ્વારા તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
Published at : 28 Aug 2024 02:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
