શોધખોળ કરો
Cancer Stricken Child: અરવલ્લીનો આ 10 વર્ષનો બાળક બન્યો ડોક્ટર, કહાની સાંભળીને આંખમાંથી આંસુ આવી જશે
Cancer Stricken Child Story: મોડાસાના કલ્પ નામના બાળકને ડોક્ટર બનવાની ઈચ્છા છે. કલ્પ પટેલ હાલમાં લ્યુકેમિયા નામના કેન્સરથી પીડિત છે. હવે આ બાળકની મદદે આરોગ્યમંત્રી આવ્યા.
કલ્પ પટેલ
1/8

Cancer Stricken Child Story: મોડાસાના કલ્પ નામના બાળકને ડોક્ટર બનવાની ઈચ્છા છે. કલ્પ પટેલ હાલમાં લ્યુકેમિયા (લોહીનું કૅન્સર)નામના કેન્સરથી પીડિત છે. હવે આ બાળકની મદદે આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલ આવ્યા અને તેમની ડોક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ કરી.
2/8

10 વર્ષના કલ્પના પરિવારને એક વર્ષ પહેલા જ ખ્યાલ આવ્યો કે તેમના લાડકવાયા એકના એક દીકરાને કૅન્સર છે. મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કિમોથેરાપીની સારવાર ચાલુ છે. આ પીડાદાયક પળોમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમની મદદે આવ્યા છે.
3/8

૪ ફેબ્રુઆરી – વિશ્વ કૅન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે “મેક એ વિશ ફાઉન્ડેશન” અને ગુજરાત કૅન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) ના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની અદ્મ્ય ઈચ્છાપૂર્તિ કરી.
4/8

કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીને જાણ થતા તેઓએ કલ્પની ઇચ્છા પૂર્ણ કરીને તેનો મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું.
5/8

મંત્રી કલ્પની ડૉક્ટર બનવાની ઇચ્છાપૂર્ણ કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ પહોંચ્યા.
6/8

કલ્પ પોતાના પરિવાર સાથે હોસ્પિટલે આવ્યો અને આરોગ્યમંત્રી તેમજ ડોક્ટર સાથે મુલાકાત કરી.
7/8

કલ્પની ઇચ્છાપૂર્તિ થતી જોઇને કૅન્સરના વોર્ડમાં સારવાર મેળવી રહેલા અન્ય બાળકો પણ પ્રોત્સાહિત થયા. કૅન્સરગ્રસ્ત બાળકોના ચહેરા પર જાણે જીવનને સકારાત્મક રીતે જીવવાની નવીન આશાઓનું સ્મિત રેળાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
8/8

કલ્પે એપ્રન અને સ્ટેથોસ્કોપ પહેરીને કૅન્સર વોર્ડમાં રાઉન્ડ લઇ બાળ દર્દીઓ સાથે સંવાદ સાધીને સ્વાસ્થ્ય તપાસની અનુભૂતિ કરી
Published at : 04 Feb 2023 01:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
