શોધખોળ કરો
Butterfly Garden: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ બટરફ્લાય ગાર્ડન રંગબેરંગી પતંગિયાઓથી સમૃદ્ધ અને સુંદર ગાર્ડન છે
બટરફ્લાય ગાર્ડન 70 વિવિધ પ્રજાતિઓના પતંગિયાઓ ધરાવે છે, આ ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.10 એકરમાં ફેલાયેલા ગાર્ડનમાં પરાગ રજકણો અને યજમાન છોડની (હોસ્ટ પ્લાન્ટ) 150 પ્રજાતિઓ આવેલી છે.
એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના સ્થળો આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સતત નવા પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવી રહ્યા છે, જે પ્રવાસીઓને એક સુખદ પ્રવાસનો અનુભવ આપે છે. મા નર્મદાના શાંત કિનારે આવું જ એક આહ્લાદક પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે વિકસિત કરવામાં આવ્યું છે, બટરફ્લાય ગાર્ડન! આ ગાર્ડનમાં પ્રવાસીઓ વિવિધ પ્રજાતિના પતંગિયાઓને નિહાળી શકે છે.
1/6

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA), એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા અને તેમનો અનુભવ સુખદ બનાવવા સતત કાર્યરત છે.
2/6

10 એકરમાં ફેલાયેલા બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ તેમજ પરાગ રજકણો અને યજમાન છોડ (હોસ્ટ પ્લાન્ટ્સ)ની 150 પ્રજાતિઓ આવેલી છે. આ પરાગ રજકણો અને યજમાન છોડ પતંગિયાઓને પોષણ તેમજ તેમના ઇંડા મૂકવા માટેનું સ્થાન પ્રદાન કરે છે.
Published at : 02 Sep 2024 06:42 PM (IST)
આગળ જુઓ





















