શોધખોળ કરો
Gujarat Election 2022: 4G એટલે સાયકલ અને 5G એટલે વિમાન – PM મોદી
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અને આ દરમિયાન તેઓ 7 રેલીઓને સંબોધિત કરશે.

ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદી
1/9

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.
2/9

હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.
3/9

કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે.
4/9

ભરૂચના નેત્રંગમાં જનસભા સંબોધતા તેમણે કહ્યું, તમારી વચ્ચે મોટો થયેલો મોદી એ દિલ્લી ગયો એને નક્કી કર્યું, હવે ડોક્ટર થવું હોય તો માતૃભાષામાં ભણી શકાય, એન્જિનિયર થવું હોય તો પણ માતૃભાષમાં ભણી શકાય પોતાની ભાષામાં ભણીને ડોક્ટર પણ બનાય અને એન્જિનિયર પણ બનાય અને એ આપણે શરુ કરી દીધું.
5/9

પીએમ મોદીએ કહ્યું, 2G, 4Gમાંથી બહાર નીકળ્યા અને 5Gમાં પહોંચી ગયા. 4G એટલે સાયકલ અને 5G એટલે વિમાન
6/9

પીએમ મોદીએ કહ્યું, દેશના સર્વોચ્ચ સ્થાન પર આદિવાસી દીકરી બેઠી હોય એટલે મારા આદિવાસીઓના કલ્યાણ માટેના બધા રસ્તા ખુલી જતા હોય છે.
7/9

પીએમ મોદીએ કહ્યું, મારે હિન્દુસ્તાનને ડિજિટલ બનાવવું છે. ગરીબોને ડિજિટલ સુવિધા મળતી થઈ. અમે ભાજપ સરકારમાં 5જી લાવ્યા.
8/9

પીએમ મોદીએ કહ્યું, આદિવાસીઓ સાથે કોંગ્રેસને શું વાંધો છે તે ખબર નથી. ભાજપ સરકારે આદિવાસી વિસ્તામાં જનધન ખાતા ખોલ્યા. જંગલમાં પેદા થતી 90 ટકા ચીજો સરકાર ખરીદે છે. આજે દેશના આદિવાસી વિસ્તારમાં વાંસની મોટા પ્રમાણમાં ખેતી થાય છે.
9/9

મોદીએ કહ્યું, ભરૂચ જિલ્લો તો આખા દેશમાં ઔદ્યોગિત વિકાસનો ધમધમતો જિલ્લો છે. ભરચ-અંકલેશ્વર ટ્વિન સિટી તરીકે ડેવલપ થાય છે.
Published at : 27 Nov 2022 04:18 PM (IST)
આગળ જુઓ
Advertisement