શોધખોળ કરો
Gujarat Rain: વલસાડમાં મેઘો મન મુકીને વરસ્યો, બે કલાકમાં ઇંચ વરસાદથી શેરીઓ પાણી પાણી, તસવીરો.....
ગઇ કાલથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે. ગુજરાતમાં આજે વલસાડમાં આભ ફાટ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા છે.
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/11

Gujarat Rain: દેશભરમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ગઇ છે, ઉત્તરથી લઇને દક્ષિણ ભારત સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી લીધી છે. હાલમાં ગુજરાતમાં પણ ચોમાસુ એક્ટિવ થઇ ગયુ છે.
2/11

છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે. ગઇ કાલથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે. ગુજરાતમાં આજે વલસાડમાં આભ ફાટ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા છે.
3/11

મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, વલસાડમાં મેઘરાજા કોપાયમાન થયા છે. વલસાડના વાપીમાં સૌથી વધુ બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
4/11

આ ધોધમાર વરસાદથી વલસાડ જળબંબાકાર થયુ છે. વહેલી સવારથી વલસાડમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે.
5/11

એમ.જી રોડ,તિથલ રોડ, છિપવાડ ગરનાળા સહિતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, તો ક્યાંક ઘરોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે, સ્થાનિકો વારંવાર પાણી ભરાવવાની સમસ્યાથી પરેશાન પણ દેખાઇ રહ્યાં છે.
6/11

હાલમાં લેટેસ્ટ આંકડા પ્રમાણે, ગુજરાતમાં વલસાડમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, અને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અહીં સવારે આઠ વાગ્યા સુધીના વરસાદના આંકડા આપવામા આવ્યા છે, જુઓ....
7/11

ગુજરાતમાં સવારે આઠ વાગ્યા સુધીમાં 77 તાલુકાઓમાં જબરદસ્ત વરસાદ પડ્યો છે, જુઓ અહીં વરસાદના લેટેસ્ટ આંકડા...
8/11

ખાસ વાત છે કે, છેલ્લા બે કલાકમાં વલસાડ જિલ્લાના વાપીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સવારે આઠ વાગ્યા સુધીમાં સુરતના મહુવામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે,
9/11

સંખેડામાં પોણા 2 ઈંચ વરસાદ, બોડેલીમાં પોણા 2 ઈંચ વરસાદ, સુરત શહેરમાં દોઢ ઈંચ વરસાદ, રાજકોટના ધોરાજીમાં દોઢ ઈંચ વરસાદ, ઉમરગામમાં સવા ઈંચ વરસાદ, ભરૂચ તાલુકામાં સવા ઈંચ વરસાદ
10/11

જાંબુઘોડામાં એક ઈંચ વરસાદ, પલસાણામાં એક ઈંચ વરસાદ, ધરમપુરમાં એક ઈંચ વરસાદ, ડભોઈમાં પોણો ઈંચ વરસાદ, કામરેજમાં પોણો ઈંચ વરસાદ, જેતપુરમાં પોણો ઈંચ વરસાદ
11/11

હાલોલમાં પોણો ઈંચ વરસાદ, ઓલપાડ, ગણદેવીમાં પોણો ઈંચ વરસાદ, જામકંડોરણા, પારડી, વાગરામાં પોણો ઈંચ વરસાદ અને ગોંડલ તથા ઉપલેટામાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે.
Published at : 30 Jun 2024 02:14 PM (IST)
આગળ જુઓ





















