શોધખોળ કરો
Gujarat Weather: આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, NDRFની 3 ટીમ તૈનાત!
Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, રાજસ્થાનમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
Rain Forecast: વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદ આખરે વલસાડ શહેરમાં વરસાદ શરૂ થયો છે.
1/6

આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ થવાની શક્યતા છે.
2/6

આ ભારે વરસાદ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.
3/6

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને, NDRF (National Disaster Response Force) ની 3 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે, દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે.
4/6

વરસાડના તિથલ રોડ ચાર રસ્તા વિસ્તારમાં હળવા વરસાદના છંટકાઓ લોકોને રાહત આપી રહ્યા છે. ગરમીનો ટાઢો અનુભવ કરાવી રહ્યો છે.
5/6

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
6/6

ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી સાંજે અચાનક વાદળછાયું વાતાવરણ સાથે જોરદાર વરસાદ શરૂ પડ્યો. ભારે પવનની સાથે શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો.
Published at : 22 Jun 2024 08:38 AM (IST)
આગળ જુઓ





















