શોધખોળ કરો
(Source: Poll of Polls)
Rain Alert: આવતીકાલે રાજ્યના ૧૩ જિલ્લામાં વરસાદની આગાહી, ખેડૂતોના તૈયાર પાક પર સંકટઃ ૭ દિવસ સુધી માવઠું....
Gujarat Weather: અરબી સમુદ્રમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી; અમરેલી, રાજકોટ, ભાવનગર સહિત ૧૩ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ સંભાવના.
Gujarat Rain Alert: ૧૯, ૨૦, ૨૧ અને ૨૨ મે ના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા; તાપમાનમાં ઘટાડો નહિવત્.
1/6

Weather Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ અને માવઠું પડી રહ્યું છે, જેના કારણે ખાસ કરીને ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થઈ રહ્યું છે અને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી, ભરૂચ, અંકલેશ્વર સહિત રાજ્યભરના ખેડૂતો આ માવઠાથી ચિંતિત છે. આ દરમિયાન, હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી કમોસમી વરસાદ યથાવત રહેવાની આગાહી કરી છે, જે ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે.
2/6

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી મુજબ, અરબી સમુદ્રમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે કમોસમી વરસાદની શક્યતા આગામી એક સપ્તાહ સુધી જળવાઈ રહેશે. હાલ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા નહિવત્ છે.
3/6

આવતીકાલે (૧૭ મે) અને ૧૮ મે ના રોજ ૧૩ જિલ્લામાં આગાહી: હવામાન વિભાગના મતે, આવતીકાલે શનિવારે ૧૭ મે, ૨૦૨૫ અને રવિવારે ૧૮ મે ના રોજ રાજ્યના ૧૩ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં અમરેલી, રાજકોટ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
4/6

૧૯ થી ૨૨ મે સુધીની આગાહી: રાજ્યમાં આગામી ૭ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે ૧૯ અને ૨૦ મે ના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
5/6

ત્યારબાદ, ૨૧ મે ના રોજ રાજ્યના ૧૬ જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે.
6/6

જ્યારે ૨૨ મે ના રોજ રાજ્યના ૨૫ જિલ્લાઓમાં વરસાદની થવાની શક્યતા છે, જે એક વ્યાપક વિસ્તારને આવરી લે છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Published at : 16 May 2025 07:06 PM (IST)
આગળ જુઓ
Advertisement




















