શોધખોળ કરો
આવતીકાલનું હવામાનઃ આગામી 48 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદ, ગુજરાતમાં 7 દિવસ સુધી....
Weather Alert: હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા સહિત ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા; ગુજરાતમાં 4 અને 5 સપ્ટેમ્બરે અતિ ભારે વરસાદની આગાહી.
Rain Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના અનેક રાજ્યો માટે ભારે વરસાદની આગાહી જારી કરી છે. આગામી 48 કલાક દરમિયાન ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
1/5

આ ઉપરાંત, ગુજરાતમાં પણ આગામી 7 દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જેમાં 4 અને 5 સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય હોવાનું IMD એ જણાવ્યું છે.
2/5

દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું તેની પૂરબહારમાં સક્રિય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજેતરના અહેવાલ મુજબ, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોર યથાવત રહેશે. IMD એ આગાહી આપી છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.
Published at : 02 Sep 2025 10:29 PM (IST)
આગળ જુઓ





















